RBI એ SBI બાદ હવે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

|

Nov 30, 2021 | 9:04 AM

આરબીઆઈએ અગાઉ યુનિયન બેંકને કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શા માટે તેને આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ન કરવો જોઈએ. અગાઉ, આરબીઆઈએ ગયા અઠવાડિયે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર બેંકિંગ નિયમોના ઉલ્લંઘન અને કૌભાંડોની જાણ કરવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

RBI એ  SBI બાદ હવે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી
UNION BANK OF INDIA

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટી કાર્યવાહી કરતા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા( UNION BANK OF INDIA) પર દંડ લગાવ્યો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ નિયમનકારી પાલનમાં ક્ષતિઓ બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું છે કે આ દંડ શા માટે લગાવવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંક દ્વારા 25 નવેમ્બરે આ સંબંધમાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (વાણિજ્ય બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા છેતરપિંડી-વર્ગીકરણ અને રિપોર્ટિંગ) નિર્દેશો-2016 અને બેંકો માટે સ્ટ્રેસ્ડ એસેટ્સ વેચવા માટેની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો
કેન્દ્રીય બેંકે કહ્યું કે તેણે 31 માર્ચ 2019 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં વૈધાનિક નિરીક્ષણ અને મોનિટરિંગ એસેસમેન્ટ (ISE) હાથ ધર્યું હતું. આરબીઆઈએ અગાઉ યુનિયન બેંકને કારણ બતાવો નોટિસ જારી કરી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શા માટે તેને આરબીઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ન કરવો જોઈએ. અગાઉ, આરબીઆઈએ ગયા અઠવાડિયે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર બેંકિંગ નિયમોના ઉલ્લંઘન અને કૌભાંડોની જાણ કરવા બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ડિસેમ્બરમાં 12 દિવસ બનેકો બંધ રહેશે
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે.

ભારતીય રિઝર્વ બેંકે તેની વાર્ષિક યાદીમાં વર્ષ 2021 માટે રજાઓની યાદી બહાર પાડી છે. આ મુજબ, ભારતભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહના રજાઓ સહિત ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓ બીજા અને ચોથા શનિવાર સિવાય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈની યાદીમાં ડિસેમ્બર મહિના દરમિયાન તહેવારોની ક્રિસમસ સહિત સાત રજાઓનો ઉલ્લેખ છે. જો કે, નાતાલ પણ મહિનાના ચોથા શનિવારે આવે છે. આ ઉપરાંત ૪ રવિવાર અને બે શનિવાર પણ રજા રહેશે.

 

આ પણ વાંચો : Go Fashion IPO: આજે 70 ટકા પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ શકે છે સ્ટોક, જાણો શું છે GMP

 

આ પણ વાંચો : Life Certificate : હવે દસ્તાવેજો નહિ પણ માત્ર ચહેરો બતાવવાથી મળી જશે Pension, જાણો કઈ રીતે?

Next Article