રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ વધુ એક બેંક પર દંડ ફટકાર્યો(RBI Penalty on Bank) છે. જો તમારા પણ આ બેંકમાં ખાતું છે તો જાણો શા માટે અને કેટલા કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને શું બેન્કના ગ્રાહક તરીકે તમને આ કાર્યવાહીની કોઈ અસર થશે? તમને જણાવી દઈએ કે આરબીઆઈએ બેંક ઓફ મહારાષ્ટ્ર(Bank of Maharashtra) પર દંડ લગાવ્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કેવાયસી અને અન્ય સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે બેંકે તેના ગ્રાહક પર દંડ લાદ્યો છે. આ ઉપરાંત ગુજરાતની એક સહકારી બેન્ક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આરબીઆઈએ બેંક ઓફ મહારાષ્ટ્ર પર 1.12 કરોડનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકો દ્વારા નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા, KYC સંબંધિત જોગવાઈઓ અને કોડના ઉલ્લંઘન માટે બેંક ઓફ મહારાષ્ટ્ર પર આ દંડ લાદવામાં આવ્યો છે.
RBI ના નિવેદન અનુસાર બેંકનું સંવૈધાનિક નિરીક્ષણ અને મોનિટરિંગ એસેસમેન્ટ (ISE) 31 માર્ચ 2020 ના રોજ નાણાકીય સ્થિતિને અનુરૂપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેંક દ્વારા સરકારના ખાતામાં કસ્ટમ ડ્યુટી ન નાખવા અંગે પણ તપાસ કરવામાં આવી હતી.
અન્ય એક નિવેદનમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે થાપણો પર વ્યાજ દરની સૂચનાઓનું પાલન ન કરવા બદલ રાજકોટ નાગરિક સહકારી બેંક રાજકોટને પણ રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આરબીઆઈએ ગ્રાહકોના હિતોની સુરક્ષા સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘન માટે જાહેર ક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર 36 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 18 એપ્રિલ, 2022 ના આ આદેશમાં, રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતોના રક્ષણ સાથે સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સેન્ટ્રલ બેંક પર 36 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે બેંક પર નિયમનકારી પાલનના અભાવના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.