તમારી પાસે છે ફાટેલી ચલણી નોટ? આ રીતે સરળતાથી બદલી મેળવો નવી કળકળતી નોટ

તમારી પાસે છે ફાટેલી ચલણી નોટ? આ રીતે સરળતાથી બદલી મેળવો નવી કળકળતી નોટ
ફાટેલી નોટ

આપણે ઘણીવાર ફાટેલી નોટને કેવી રીતે બદલવી તેની ચિંતા કરીએ છીએ. કેટલાક લોકોને ફાટેલી નોટ સાથે શું કરવું તે પણ ખબર હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આ નોટોને બદલવાની સુવિધા આપી છે.

Bhavesh Bhatti

|

Feb 07, 2021 | 1:24 PM

આપણે ઘણીવાર ફાટેલી નોટને કેવી રીતે બદલવી તેની ચિંતા કરીએ છીએ. કેટલાક લોકોને ફાટેલી નોટ સાથે શું કરવું તે પણ ખબર હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આ નોટોને બદલવાની સુવિધા આપી છે. નોટની સ્થિતિના આધારે તેનું પૂર્ણ મૂલ્ય અથવા અડધું મૂલ્ય ઉપલબ્ધ થશે. RBIની ગાઇડલાઇન્સ પ્રમાણે આવી બધી અસલી નોટો જે બજારમાં ચલાવવાની સ્થિતિમાં નથી, તેને પરત લેવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવે છે. ફાટેલી નોટના બદલામાં સમાન કિંમતની નવી નોટો બજારમાં રજૂ કરવામાં આવે છે.

આ નોટો ક્યાંથી અને કેવી રીતે બદલી શકાય છે? ફાટેલી નોટને બદલવા માટે તમારે કેટલીક વિશેષ બેંક શાખાઓ અથવા કોઈપણ આરબીઆઈ ઓફિસમાં જવું પડશે. ફાટેલી નોટોના બદલામાં તમને નવી 200, 500 કે 2000 ની નોટો મળશે. RBIએ આ સંદર્ભમાં કેટલાક નિયમો પણ બનાવ્યા છે. જો તમારી પાસે 20 નોટો અથવા 5000 રૂપિયા સુધીની જૂની નોટો છે તો તેના બદલામાં નવી નોટ્સ તરત જ મળી જશે. પરંતુ જો તમારી પાસે 20 થી વધુ નોટ અથવા 5000 રૂપિયાથી વધુની નોટ છે, તો બેંક અથવા RBI શાખા તમારી પાસેથી બધી નોટો લેશે અને માર્ગદર્શિકા અનુસાર પૈસા સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે.

જો તમારી પાસે વધુ જૂની અને ફાટેલી નોટો છે, તો તેને બદલવા માટે થોડો સમય લાગશે. તમારી પાસે 50 હજારથી વધુ જૂની અને ફાટેલી નોટો છે, તો નોટ બદલવા માટે બેંક ચાર્જ પણ લેશે. આ નાણાં સીધા તમારા ખાતામાં જમા થશે. આરબીઆઈની ગાઇડલાઇન્સ પ્રમાણે આવી બધી નોટો જે બજારમાં ચલાવવાની સ્થિતિમાં નથી, તે પરત લેવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati