RBIની નવી ગાઈડલાઈન્સ : હવે તમે PhonePe અને Paytm દ્વારા ભાડું ચુકવી શકશો નહીં, જાણો કારણ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નવા માર્ગદર્શનને અનુસરીને, PhonePe અને Paytm જેવી ફિનટેક એપ્લિકેશનો પર ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવાની સુવિધા બંધ કરવામાં આવી છે. ભાડૂતોને હવે બેંક ટ્રાન્સફર અથવા ચેક જેવી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા ભાડું ચૂકવવાની જરૂર પડશે. જાણો વિગતે.

RBIની નવી ગાઈડલાઈન્સ : હવે તમે PhonePe અને Paytm દ્વારા ભાડું ચુકવી શકશો નહીં, જાણો કારણ
| Updated on: Sep 18, 2025 | 6:02 PM

ભારતની અગ્રણી ફિનટેક કંપનીઓ, PhonePe, Paytm અને Cred એ તેમના પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડા ચુકવણી માટેની સુવિધા બંધ કરી દીધી છે. 15 સપ્ટેમ્બરના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકાને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

RBI ના નવા નિયમો શું છે?

RBI એ પેમેન્ટ એગ્રીગેટર્સ (PAs) અને પેમેન્ટ ગેટવે (PGs) માટેની આવશ્યકતાઓને કડક બનાવી છે.

  • હવે, પેમેન્ટ એગ્રીગેટર ફક્ત તે વેપારીઓ માટે પેમેન્ટ પ્રક્રિયા કરી શકશે જેમની સાથે તેનો સીધો કરાર છે.
  • માર્કેટપ્લેસ મોડેલ દ્વારા ચુકવણીની મંજૂરી આપવામાં આવશે નહીં.
  • ટ્રાન્ઝેક્શનની રકમ ફક્ત એવા વેપારીઓના બેંક ખાતામાં જમા થશે જેમના KYC અને ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે.

આ નિયમને કારણે, ફિનટેક એપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડાની ચુકવણી હવે શક્ય બનશે નહીં, કારણ કે મકાનમાલિકો સામાન્ય રીતે ઓનબોર્ડ વેપારીઓ નથી.

ભાડાની પેમેન્ટ શા માટે એક મહત્વપૂર્ણ વ્યવસાય હતો?

વપરાશકર્તાઓ ભાડું ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા અને રિવોર્ડ પોઈન્ટ અને કેશબેક મેળવતા હતા, અને ફિનટેક કંપનીઓ સુવિધા ફી વસૂલીને નોંધપાત્ર નફો કમાઈ રહી હતી. કાર્ડ ખર્ચમાં વધારો થવાથી બેંકોને પણ ફાયદો થયો. જો કે, KYC પાલનના અભાવ અને સંભવિત દુરુપયોગને કારણે RBIએ આ મોડેલને જોખમી માન્યું.

ગયા વર્ષે શું થયું? (RBI ભાડા પેમેન્ટનો નિયમો)

જૂન 2024 માં, HDFC બેંકે જાહેરાત કરી હતી કે ફિનટેક એપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડ ભાડાની ચુકવણી પર વધારાની 1% ફી વસૂલવામાં આવશે. આ પછી, ICICI બેંક અને SBI કાર્ડ્સે માર્ચ-એપ્રિલ 2024 માં ભાડાની ચુકવણી માટે રિવોર્ડ પોઈન્ટ બંધ કરી દીધા. ફોનપે, પેટીએમ, મોબીક્વિક, ફ્રીચાર્જ અને એમેઝોન પે જેવી ઘણી ફિનટેક એપ્સે માર્ચ 2024 થી શરૂ થતી ભાડાની ચુકવણી બંધ કરી દીધી, જોકે કેટલાકે પછીથી વધારાની KYC પ્રક્રિયાઓ સાથે સુવિધાને પુનઃસ્થાપિત કરી.

હવે શું બદલાયું છે?

15 સપ્ટેમ્બર, 2025 ના રોજ જારી કરાયેલી નવા નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “A PA shall ensure that a marketplace onboarded by it does not accept payments for a seller not onboarded on to the marketplace’s platform.”આનો અર્થ એ છે કે ભાડાનું પેમેન્ટ હવે ફક્ત ત્યારે જ શક્ય બનશે જો મકાનમાલિક વેપારી તરીકે નોંધાયેલ હોય અને સંપૂર્ણ KYC કરેલે હોવુ જોઈએ. આ મોડેલ વ્યવહારમાં મુશ્કેલ છે, તેથી ફિનટેક કંપનીઓએ સેવા બંધ કરી દીધી છે.

વપરાશકર્તાઓ પર સીધી અસર

વપરાશકર્તાઓ હવે ફિનટેક એપ્લિકેશન્સ દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ચૂકવી શકશે નહીં. તેમને NEFT, IMPS, UPI બેંક ટ્રાન્સફર અથવા ચેક જેવી પરંપરાગત પદ્ધતિઓ તરફ પાછા ફરવું પડશે. રિવોર્ડ્સ અને કેશબેક લાભો પણ ગુમાવશે.

આ પણ જાણી લો – EPFO 3.0 : હવે PF ઉપાડવાનું બનશે વધુ સરળ, મિનિટોમાં પૈસા ઉપાડી શકશો