CORONA ની બીજી લહેરે ફરી અર્થતંત્ર સામે સંકટ ઉભું કાત્ય, RBI GOVERNER એ વ્યક્ત કરી ચિંતા

|

May 05, 2021 | 11:19 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર(RBI GOVERNER) શક્તિકાંત દાસે(SHAKTIKANT DAS) આજે કોરોના મહામારી વચ્ચે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

CORONA ની બીજી લહેરે ફરી અર્થતંત્ર સામે સંકટ ઉભું કાત્ય, RBI GOVERNER એ વ્યક્ત કરી ચિંતા
RBI Governor Shaktikanta Das (File Image)

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર(RBI GOVERNER) શક્તિકાંત દાસે(SHAKTIKANT DAS) આજે કોરોના મહામારી વચ્ચે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ગવર્નર દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક વર્તમાન કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે.

સેન્ટ્રલ બે ખાસ કરીને નાગરિકો, વ્યવસાયિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓ માટે નિયંત્રણ હેઠળના તમામ સંસાધનો અને ઉપકરણો તૈનાત કરાશે. અર્થવ્યવસ્થા સારી થવાની શરૂઆત થઈ પરંતુ બીજી લહેરે ફરી એકવાર સંકટ પેદા કર્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

RBI ગવર્નરે પત્રકાર પરિષદમાં ઉમેર્યું હતું કે પ્રથમ લહેર પછી અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સારા ચોમાસાને કારણે ગામોમાં માંગ વધશે. કોરોનાની બીજી લહેર સામે લડવા માટે બેંકો દ્વારા 31 માર્ચ 2022 સુધીમાં હોસ્પિટલો, ઓક્સિજન સપ્લાયર્સ, રસી આયાતકારો, કોવિડ દવાઓ માટે 50,000 કરોડ રૂપિયાની પ્રાથમિકતાના આધારે અગ્રતા લોન જાહેર કરી છે. રિઝર્વ બન્કે પણ KYC માટે પણ છૂટ આપી હતી અને વિડિઓ KYC અને નોન-ફેસ-ટૂ- ફેસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનને પ્રોત્સાહન આપવા કહ્યું હતું.

 

શક્તિકાંત દાસ કહે છે કે કોવિડ સંકટમાંથી બહાર નીકળવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ છે. કૃષિ ક્ષેત્રની તાકાત ઉપરાંત પુરવઠાની પરિસ્થિતિમાં વધારો થઈ રહ્યો છે. સારા ચોમાસાથી ગ્રામીણ માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે. વ્યવસાયો કોવિડ પ્રતિબંધ હોવા છતાં ટકી રહેવાનું શીખ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

Published On - 10:41 am, Wed, 5 May 21

Next Article