ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) તેની ચોથી દ્વિમાસિક નાણાકીય પોલિસી આજે એટલે કે 8 ડિસેમ્બરે રજૂ કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે બેઠકના પરિણામોની જાહેરાત કરશે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં સતત નવમી વખત પોલિસી રેટ મોરચે યથાવત સ્થિતિ જાળવી શકે છે. રિકવરી વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેન્ક રેટ વધારા માટે થોડી વધુ રાહ જોઈ શકે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરે શરૂ થઈ હતી.
રેપો રેટ એપ્રિલ 2001 પછીના સૌથી નીચા સ્તરે 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. રિવર્સ રેપો તેને કહેવામાં આવે છે જેના હેઠળ બેંકો તેમની વધુ રોકડ રિઝર્વ બેંકમાં જમા કરે છે. રિઝર્વ બેંક તેના પર વ્યાજ આપે છે. તે જ સમયે રેપો રેટને તે દર કહેવામાં આવે છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે.
પોલિસી દરોમાં ફેરફારની શક્યતા ઓછી છે
બજારના નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન સંજોગોને જોતાં રિઝર્વ બેન્ક દર સ્થિર રાખી શકે છે. નિષ્ણાતોના મતે, આ બેઠક હાલમાં ઓમિક્રોન અંગેની આશંકાઓ વચ્ચે થઈ રહી છે અને અર્થવ્યવસ્થા હજુ પણ કોવિડની અસરમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. આ સ્થિતિમાં રિઝર્વ બેંક એવું કોઈ પગલું લેવાનું પસંદ કરશે નહીં જેનાથી સેન્ટિમેન્ટ્સને અસર થાય.
કોટક ઈકોનોમિક રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક રેટ વધારતા પહેલા અર્થતંત્ર વિશે વધુ સ્પષ્ટ ચિત્રની રાહ જોઈ શકે છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના ચેરમેન અનુજ પુરી પણ દરોમાં સ્થિરતાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમના મતે સસ્તી હોમ લોનનો યુગ હજુ થોડો સમય ચાલી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે રેપો રેટ વધવો નિશ્ચિત છે અને સસ્તી લોનનો યુગ વધુ સમય સુધી ચાલુ રાખી શકાય નહીં.
રિવર્સ રેપો રેટમાં કોઈ વધારો નહીં
રોકાણકાર વર્ગમાં રિવર્સ રેપો રેટમાં વધારાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે SBIએ આ શક્યતાને નકારી કાઢી છે. SBI રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે રિઝર્વ બેન્ક તેની પોલિસી સમીક્ષામાં માત્ર રિવર્સ રેપો રેટ અંગે કોઈ પગલું ભરશે નહીં. કોટક ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિવર્સ રેપો રેટ પર આગામી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર એવી સંભાવના છે કે ફેબ્રુઆરીની બેઠકમાં રિવર્સ રેપો રેટનો નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે કેન્દ્રીય બેંક 2022-23ના મધ્યમાં રેપો રેટ અંગે નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો : Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ