Ramazan Eid 2021 : કોરોના વાયરસે છીનવી બજારોની 100 કરોડની ઈદી, દુકાનદાર અને ગ્રાહકો થયા માયુસ

|

May 11, 2021 | 6:38 PM

કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ છે. કોરોના સંક્રમણના દરના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે પણ વેપારીઓએ પહેલા ઓર્ડર આપીને જે માલ માંગવી લીધો છે તે પણ ગ્રાહકોના અભાવે તેમજ ગોડાઉનમાં પડી રહ્યો છે

Ramazan Eid 2021 : કોરોના વાયરસે છીનવી બજારોની 100 કરોડની ઈદી, દુકાનદાર અને ગ્રાહકો થયા માયુસ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Ramazan Eid 2021 : કોરોના સંક્રમણના પ્રકોપે બજારોમાંથી 100 કરોડ રૂપિયાની ઈદિ છીનવી લીધી છે. સૌથી વધુ નુકસાન રેડિમેડ ગારમેન્ટ અને પગરખાં બજારને થયું છે. છેલ્લી 25 એપ્રિલથી શરૂ થયેલ સહેલગાહ ફિક્કું રહ્યું છે. પરંતુ ઈદના તહેવારને લઈને વેપારીઓ સારી કમાનીની આશા રાખીને બેઠા હતા. આ સિવાય કરિયાણા, ઓટોમોબાઇલ તેમજ ખાણીપીણીની બજારોને પણ ફટકો પડ્યો છે.

કોરોના કરફ્યુને લઈને આંશિક બજારો બંધ છે. કોરોના સંક્રમણના દરના લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે પણ વેપારીઓએ પહેલા ઓર્ડર આપીને જે માલ માંગવી લીધો છે તે પણ ગ્રાહકોના અભાવે તેમજ ગોડાઉનમાં પડી રહ્યો છે. હવે આ માલના વેચાણમાટે વેપારીઓએ મહિનાઓ સુધી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.

આ રીતે છીનવાઇ બજારની ઈદિ
50 કરોડ : રેડિમેડ ગાર્મેંટ્સ તેમજ કપડા બજારથી નુકસાન
40 કરોડ : પગરખાં (Foot Wear) બજારથી નુકસાન
5 કરોડ : ઓટો સેક્ટર ખાતેથી નુકસાન, લોકો ઈદ પર નવી ગાડીઓ વસાવે છે.
2 કરોડ : સૂકા મેવા તેમજ મીઠાઇના વેંચાણમાં નુકસાની

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આગ્રામાં 3000 રેડિમેડ ગારમેન્ટની દુકાનો છે. જેને ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને માલ મંગાવ્યો હતો. પરંતુ હવે તેમાથી મોટાભાગનો માલ પોતાના ગોડાઉનમાં પડ્યો રહ્યો છે.

2000થી વધુ નાના મોટા પગરખાના કારખાનાઓ છે. જ્યરથી મહારાષ્ટ્ર, કર્નાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિત ગોવા તેમજ અન્ય રાજયોમાં માલ મોકલવામાં આવે છે. જ્યારે આ વખતે માલ બહાર નથી નીકળી શક્યો.જીલ્લામાં 1500થી વધારે સોનીની નાની-મોટી દુકાનો છે. જ્યથી લોકો દાગીનાની ખરીદી કરે છે.

કોરોના સંક્રમણના કાળથી પગરખાં બજાર (Foot Wear market)ને કરોડોનું નુકસાન થયું છે. અહિયાથી ઈદ પર મહારાષ્ટ્ર, કર્નાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિત ઘન રાજ્યોમાં માલ મોકલવામાં આવે છે જે હવે કોરોના મહામારીના લીધે ઠપ્પ થઈ ગયું છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, 19 મે દરમિયાન ગુજરાત તરફ આવશે વાવાઝોડું

Published On - 6:35 pm, Tue, 11 May 21

Next Article