Rakesh Jhunjhunwala Stock Tips : સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો, નહીં થાય શેરબજારમાં ક્યારેય લૉસ!

સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ 2022ના રોજ 62 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે માત્ર 5000 રૂપિયાથી શેરબજારમાં રોકાણની શરૂઆત કરીને અબજો રૂપિયાની સંપત્તિ ઉભી કરી હતી. તેમના રોકાણ સંબંધિત અનુભવો અને સલાહ આજે પણ રોકાણકારોને માર્ગદર્શન આપે છે.

Rakesh Jhunjhunwala Stock Tips : સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાની આ 5 ટિપ્સ હંમેશા યાદ રાખો, નહીં થાય શેરબજારમાં ક્યારેય લૉસ!
Rakesh Jhunjhunwala
| Updated on: May 08, 2026 | 12:54 PM

દિગ્ગજ સ્ટોક ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ અનેક વખત પોતાના રોકાણના અનુભવ શેર કર્યા હતા. તેવમ એવા શેર ઓળખવાની ક્ષમતા ધરાવતા હતા જેમાં મલ્ટિબેગર બનવાની સંભાવના વધારે હોય. પોતાની આ કુશળતાના આધારે તેમણે શેરબજારમાં રોકાણ કરીને સંપત્તિ બનાવી હતી. આ કારણે તેમને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

રોકાણના નિર્ણયો ભાવનાઓ દ્વારા સંચાલિત ન હોવા જોઈએ

રાકેશ ઝુનઝુનવાલાના મતે રોકાણના નિર્ણયો ભય કે લોભ પર આધારિત ન હોવા જોઈએ. જ્યારે બજારમાં નોંધપાત્ર ઘટાડો આવે છે ત્યારે મોટાભાગે લોકો તેમના શેર ઘણીવાર વેચી નાખે છે અને મોટી કમાણીની તક ગુમાવી દે છે. તેમનું કહેવું હતું કે બજારમાં ઘટાડા દરમિયાન ધીરજ રાખનાર રોકાણકારોને જ આગળ વધતી તેજીનો મોટો લાભ મળી શકે છે. દરેક ઘટાડા પછી બજારમાં નોંધપાત્ર તેજી આવે છે.

રિસર્ચ વગર મહેનતની કમાણી રોકાણમાં લગાવવી નહીં

શેરોમાં રોકાણ કરતા પહેલા કંપનીનું રિસર્ચ કરવું જરૂરી હોય છે. મહેનતથી કમાયેલા પૈસા એવી કંપનીના શેરમાં રોકાણ ન કરવા જોઈએ જેને તમે સારી રીતે જાણતા નથી. કંપનીના બિઝનેસ મોડેલ, મેનેજમેન્ટ, કેશ ફ્લો જેવી માહિતી મેળવ્યા પછી જ રોકાણનો નિર્ણય લેવો શ્રેષ્ઠ હોય છે.

માર્કેટ લીડરશીપ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવું

કંપનીમાં રોકાણ કરતા પહેલા, તેની બજારમાં શું સ્થિતિ છે તે સમજવું મહત્વપૂર્ણ છે. રાકેશ ઝુનઝુનવાલા કહેતા હતા કે મજબૂત બ્રાન્ડ્સ, સારી લીડરશીપ અને તેમના ઉત્પાદનોની માંગના આધારે અગ્રણી કંપનીઓને ઓળખી શકાય છે. આ કંપનીઓ તેમના સ્પર્ધકોથી આગળ રહે છે. જો કે આ જ કારણ છે કે આવી કંપનીઓના શેર મોંઘા હોય છે.

ઉધાર લીધેલા પૈસાથી શેરમાં રોકાણ કરવું નહીં

ઘણા લોકો ઝડપી નફાના લોભમાં બજારમાં રોકાણ કરવા માટે પૈસા ઉધારી પર લે છે. રાકેશ ઝુનઝુનવાલા આની વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે તમારે ક્યારેય પૈસા ઉધાર લઈને કે લોન લઈને શેરોમાં રોકાણ કરવું નહીં. આ ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

ટ્રેડિંગ અને રોકાણ વચ્ચેનો તફાવત સમજવો

આજે ઘણા લોકો ક્યારેક ટ્રેડિંગ કરે છે અને ક્યારેક રોકાણ માટે શેર ખરીદે છે. બંને વચ્ચે નોંધપાત્ર તફાવત હોય છે. રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે બંનેને મિશ્રિત કરી શકાતા નથી. દરેક માટે અલગ અલગ પ્રકારના જ્ઞાનની જરૂર હોય છે. જો તમે વેપાર કરવા માંગતા હોય તો તમારી પાસે વેપારીની માનસિકતા હોવી જોઈએ. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો તમારો અભિગમ અલગ હોવો જોઈએ. બંનેને મિશ્રિત કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

વિશેષ નોંધ: TV9 ગુજરાતી, વપરાશકર્તાઓને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતોની સલાહ લેવાની સલાહ આપે છે. અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Gold-Silver Rate Today : ગોલ્ડ માર્કેટ ગરમાયું ! દિલ્હીથી અમદાવાદ સુધી વધ્યો સોનાનો ભાવ, ચાંદી પણ 2.70 લાખ પર

Published On - 10:27 am, Fri, 8 May 26

Follow Us