રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?

|

Sep 29, 2021 | 8:29 AM

એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર માટે ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ બિગ બુલ પાસે 3,77,50,000 શેર છે. સપ્ટેમ્બર 2021 માં ટાટા મોટર્સના શેર પ્રાઇસ હિસ્ટ્રી મુજબ આ ઓટો સ્ટોક NSE પર 287.30 થી વધીને 331 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર થયો છે.

સમાચાર સાંભળો
રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?
Rakesh Jhunjhunwala

Follow us on

શેરબજારના તમામ સેક્ટરમાં તેજી વચ્ચે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ શેરોમાં(Rakesh Jhunjhunwala portfolio stocks) આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ટાટા મોટર્સ (Tata Motors) અને ટાઇટન કંપનીએ અઢળક કામની આપી છે. છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સના શેરના ભાવ(Tata Motors stock price) માં લગભગ 13 ટકાનો વધારો થયો છે જ્યારે આ સમયગાળા દરમિયાન ટાઇટન કંપનીના શેર (Titan stock price)માં 11.40 ટકાનો વધારો થયો છે. આ બે શેરોમાં ઉછાળાને કારણે આ મહિને રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh jhunjhunwala networth)માં આશરે ₹ 893 કરોડનો વધારો થયો છે.

Tata Motors માં રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો
એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર માટે ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ બિગ બુલ પાસે 3,77,50,000 શેર છે. સપ્ટેમ્બર 2021 માં ટાટા મોટર્સના શેર પ્રાઇસ હિસ્ટ્રી મુજબ આ ઓટો સ્ટોક NSE પર 287.30 થી વધીને 331 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર થયો છે. શેર દીઠ 43.70 નો સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2021 માં ટાટા મોટર્સના શેરહોલ્ડિંગમાંથી 164.9675 કરોડની કમાણી કરી છે.

TITAN કંપનીમાં શેરહોલ્ડિંગ
એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ બિગ બુલ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની આ કંપનીમાં રોકાણ કર્યું છે. ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ 3,30,10,395 છે જ્યારે રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની પાસે રહેલા ટાઇટનનો કુલ હિસ્સો 4,26,50,970 છે. સપ્ટેમ્બર 2021 માં, ટાઇટનનો શેર પ્રતિ શેર 1921.60 થી વધીને 2092.50 થયો છે. આ સમયગાળામાં 170.90 નો વધારો થયો છે. આવી સ્થિતિમાં રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાંથી 728.90 કરોડની કમાણી કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં વધારો
ટાટા ગ્રુપના આ બે શેરમાં રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિમાં સપ્ટેમ્બર 2021 માં રૂપિયા 8938725773 અથવા ₹ 893.87 કરોડ (₹ 728.90 + ₹ 164.97) નો વધારો થયો છે. તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એસેટ ફર્મ RARE એન્ટરપ્રાઇઝનું સંચાલન કરે છે. ટ્રેન્ડલાઇન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સ પાસે 21,897 કરોડથી વધુની નેટવર્થ સાથે સાર્વજનિક ક્ષેત્રમાં 38 શેરો ધરાવે છે.

આ પણ વાંચો :  HIGH RETURN STOCK : ડ્રોન અને ડિફેન્સ સેક્ટરના આ સ્ટોકે એક મહિનામાં 159 ટકા રિટર્ન આપ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

 

આ પણ વાંચો : Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત

Next Article