TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ

|

Aug 22, 2021 | 10:49 AM

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(rakesh zunzunwala portfolio)માં ટાટા ગ્રુપના ચાર શેર છે - Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels. આ ચાર શેરો 2021 ગેઇનર લિસ્ટમાં સમાવિષ્ટ છે. અત્યાર સુધી 2021 માં આ શેરો 54 ટકા રિટર્ન આપ્યું છે.

સમાચાર સાંભળો
TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ
Shares of the Tata Group are currently trading higher

Follow us on

TATA એ દેશનું કારોબારી ક્ષેત્રનું અગ્રગણ્ય ગ્રુપ છે. આ ઉદ્યોગ જૂથની ઓળખ તેના પૂર્વ ચેરમેન રતન ટાટા(Ratan Tata) સાથે સંકળાયેલી છે. હાલમાં ટાટા ગ્રુપના શેર જબરદસ્ત તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સતત ઉપર તરફ ગતિ કરતા સ્ટોક્સે મોટા રોકાણકારોનું પણ તેમના તરફ ધ્યાન ખેંચ્યું છે. રોકાણકારોને માલામાલ બનાવનાર શેર્સ 54 ટકા સુધી રિટર્ન આપી ચુક્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(rakesh zunzunwala portfolio)માં ટાટા ગ્રુપના ચાર શેર છે – Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels. આ ચાર શેરો 2021 ગેઇનર લિસ્ટમાં સમાવિષ્ટ છે. અત્યાર સુધી 2021 માં આ શેરો 54 ટકા રિટર્ન આપ્યું છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે રહેલા આ શેર પૈકી ટાટા મોટર્સે 2021 માં સૌથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળામાં સ્ટોક 54 ટકા રિટર્ન આપનાર ટોપ ગેઈનર્સની યાદીમાં છે. આ ઉપરાંત ટાટા કોમ્યુનિકેશન્સ, ટાઇટન કંપની અને ઇન્ડિયન હોટલે સમાન સમયગાળામાં અનુક્રમે 27 ટકા, 19 ટકા અને 15 ટકા વળતર આપ્યું છે.

જાણીએ ચારેય સ્ટોકની બજારમાં સ્થિતિ અને પર્ફોમન્સ ઉપર કરીએ એક નજર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


Titan Company
વર્ષ 2021 માં આ શેર 1567 રૂપિયા પ્રતિ શેરથી વધીને 1870.10 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ અને તેની પત્ની રેખાનો શેરમાં 4.81 ટકા હિસ્સો છે.

 

 


Tata Motors:
વર્ષ 2021 માં આ શેર 183 રૂપિયાથી વધીને 281.60 રૂપિયા પ્રતિ શેર સુધી ઉછળ્યો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 54 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા સ્ટોકમાં 1.14 ટકા હિસ્સો ધરાવે છે.

 

 

 

Tata communications

આ શેર વર્ષ 2021 માં 1100 રૂપિયા પ્રતિ શેરથી વધીને 1394.50 રૂપિયા સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા સ્ટોકમાં 1.04 ટકા હિસ્સો ધરાવે છે.

 

 

Indian Hotels
આ શેર વર્ષ 2021 માં 120.10 રૂપિયા પ્રતિ શેરથી વધીને 138 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્નીનો શેરમાં 1.05 ટકા હિસ્સો ધરાવે છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Rate Today : એક મહિના પછી પેટ્રોલના ભાવમાં થયો ફેરફાર , જાણો આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે મળી રાહત

 

આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં

Published On - 10:46 am, Sun, 22 August 21

Next Article