દેશમાં પ્રોપર્ટીની કિંમત (Property Rates) સતત વધી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં મકાનોની કિંમતોમાં સરેરાશ 8 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે દેશના ટોચના-8 શહેરોમાંથી એપ્રિલ-જૂનમાં વાર્ષિક ધોરણે તેમની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. એટલે કે હવે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. જાણો ક્યા શહેરમાં કેટલો ભાવ વધારો (Price Hike) થયો.
રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI દ્વારા મકાનની કિંમતોમાં વધારા અંગે કોલિયર્સ લાયસન્સ ફોરમ સાથે મળીને આ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેના રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ગયા વર્ષની સરખામણીમાં વર્ષ 2023ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કોલકાતામાં મકાનોની કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. અહીં હાઉસિંગની કિંમતમાં 15 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. દેશના 8 ટોચના શહેરોમાં આ સૌથી વધુ છે. આ પછી લિસ્ટમાં બીજો નંબર દિલ્હી-NCR નો છે. અહીં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે, જ્યારે હૈદરાબાદમાં કિંમતમાં 13 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પુણેમાં આ વધારો 11 ટકા અને અમદાવાદ-બેંગલુરુમાં 10 ટકા થયો છે, જ્યારે ચેન્નાઈમાં માત્ર 6 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો : LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન
દેશના સૌથી મોંઘા શહેર મુંબઈમાં પ્રોપર્ટીના દરો ખૂબ ઊંચા છે, પરંતુ દેશના ટોપ-8 શહેરોમાં આ એકમાત્ર શહેર છે જ્યાં પ્રોપર્ટીના ભાવ એક વર્ષમાં નીચે આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પ્રોપર્ટીના ભાવમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના કેટલાક સૌથી મોંઘા વિસ્તારો મુંબઈમાં જ છે. તેમાં દક્ષિણ મુંબઈ તેમજ બાંદ્રા અને કુર્લાનો સમાવેશ થાય છે.