હવે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં રોકી શકશે નાણા, PM મોદી લોન્ચ કરશે નવી સ્કીમ

|

Nov 10, 2021 | 11:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રોકાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ લોન્ચ કરશે. તેનો હેતુ સરકારી સિક્યોરિટીઝમાં છૂટક ભાગીદારી વધારવાનો હશે.

હવે રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં રોકી શકશે નાણા, PM મોદી લોન્ચ કરશે નવી સ્કીમ
PM Modi launched RBI Retail Direct Scheme

Follow us on

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શુક્રવારે 12 નવેમ્રોબરે કાણકારો માટે RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ (RBI Retail Direct Scheme) લોન્ચ કરશે. તેનો હેતુ સરકારી સિક્યોરિટીઝમાં છૂટક ભાગીદારી વધારવાનો હશે. એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રિટેલ રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સાથે તેમના સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ (ગિલ્ટ એકાઉન્ટ) ખોલી શક્શે તેમજ જાળવી શકશે. આ વિનામુલ્યે હશે અને તેના માટે કોઈ પૈસા ચૂકવવાના નહી હોય. RBIની રીટેલ ડાયરેક્ટ સુવિધાની જાહેરાત આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. રિટેલ રોકાણકારો માટે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનું સરળ બનાવવા માટે તેને રજૂ કરવામાં આવ્યું છે.

આ રોકાણકારોને ઓનલાઈન મોડ દ્વારા એક્સેસ આપીને કરવામાં આવશે. આમાં પ્રાથમિક અને ગૌણ બંને સરકારી સિક્યોરીટી માર્કેટનો સમાવેશ થાય છે. આ સિવાય રોકાણકારોને RBI સાથે તેમનું ગિલ્ટ સિક્યોરિટીઝ એકાઉન્ટ (રિટેલ ડાયરેક્ટ) ખોલવાની સુવિધા પણ મળશે.

ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષામાં આ જાહેરાત કરવામાં આવી હતી
RBIના ગવર્નર શક્તિકાંતા દાસે સૌપ્રથમ ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષામાં આની જાહેરાત કરી હતી. તેમણે આને મુખ્ય માળખાકીય સુધારો ગણાવ્યો હતો. જુલાઈમાં, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે રોકાણકારોને પ્રાથમિક હરાજીમાં બોલી લગાવનાર સુધી એક્સેસ મળશે. આ સાથે જ રોકાણકારો કેન્દ્રીય બેન્કના સરકારી સિક્યોરિટીઝ માટે ટ્રેડિંગ પ્લેટફોર્મમાં પણ કામ કરી શકે છે, જેને નેગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ-ઓર્ડર મેચિંગ સેગમેન્ટ અથવા NDS-OM કહેવાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ શું છે?
સરકારી સિક્યોરિટીઝમાં રોકાણની સુવિધા આપવા માટે વ્યક્તિગત રોકાણકારો માટે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમ એ વન-સ્ટોપ સોલ્યુશન છે. સ્કીમ હેઠળ, રિટેલ રોકાણકારોને RBI સાથે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ (RDG એકાઉન્ટ) ખોલવાની સુવિધા મળશે.

ઓનલાઈન પોર્ટલ રજિસ્ટર્ડ યુઝર્સને ઘણી સુવિધાઓ પણ પૂરી પાડશે, જેમ કે સરકારી સિક્યોરિટીઝના પ્રાથમિક મુદ્દાઓ અને NDS-OMનું ઍક્સેસ. NDS-OM એટલે સેકન્ડરી માર્કેટમાં સરકારી સિક્યોરિટીઝ માટે RBIની સ્ક્રીન આધારિત, ઈલેક્ટ્રોનિક ઓર્ડર મેચિંગ સિસ્ટમ. આ લોન્ચનો હેતુ ભારતના સોવરેન બોન્ડ માર્કેટને વ્યક્તિગત ખરીદદારો માટે ખોલવાનો છે, જેનાથી રોકાણકારોનો આધાર વધી શકે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: ગોસાવી-પ્રભાકરની ચેટ આવી સામે, આર્યન ખાનને ડ્રગ કેસમાં આ રીતે ફસાવાયો, 18 કરોડની વસુલીનું આ રહ્યું સબૂત

Next Article