Fact check: ટ્રાન્ઝેક્શન પહેલા ATM પર બે વાર Cancel બટન દબાવો, નહીં થાય PIN ચોરી, જાણો RBIના દાવાની સંપૂર્ણ સત્યતા

|

Apr 11, 2022 | 11:23 AM

Fact check :PIB ફેક્ટ ચેકે કહ્યું કે, ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે તમારા કાર્ડ પર પિન ન લખો. સલામત વ્યવહાર કરો. ગોપનીયતાનું ધ્યાન રાખો.

Fact check: ટ્રાન્ઝેક્શન પહેલા ATM પર બે વાર Cancel બટન દબાવો, નહીં થાય PIN ચોરી, જાણો RBIના દાવાની સંપૂર્ણ સત્યતા
ATM (symbolic image )

Follow us on

સોશિયલ મીડિયા(Social Media) પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજ(Viral Message)માં દાવો કરવામાં આવ્યો છે કે ATMમાં ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવાથી કાર્ડના પિનની ચોરી અટકાવી શકાય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવ્યો છે, PIB ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે(Fact Check) આ મેસેજને ફેક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ATMમાં ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવાથી કાર્ડના પિનની ચોરી અટકાવી શકાય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કરવામાં આવ્યો છે, PIB (Press Information Bureau)ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજને ફેક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા આવો કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શું થઈ રહ્યું છે વાયરલ?

વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ATM મશીનમાં કાર્ડ નાખતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવો. જો કોઈએ તમારો PIN કોડ ચોરવા માટે કીપેડ સેટ કર્યું હોય, તો તે આ સેટઅપને રદ કરી નાખશે. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, આ નિવેદન નકલી છે. આરબીઆઈએ આવો કોઈ સંદેશ જાહેર કર્યો નથી. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત કરવા માટે તમારા કાર્ડ પર પિન ન લખો. સલામત વ્યવહાર કરો. ગોપનીયતાનું ધ્યાન રાખો.

મોબાઈલ ટાવર લગાવવા માટે 30 લાખ મળશે, દર મહિને 25 હજાર મળશે

અન્ય એક વાયરલ સમાચારમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર મોબાઈલ ટાવર લગાવી રહી છે. મોબાઈલ ટાવર લગાવવા માટે 30 લાખ મળશે. 25,000 દર મહિને મોબાઈલ ટાવર ભાડા તરીકે આપવામાં આવશે. આ સિવાય એવા વ્યક્તિને સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવામાં આવશે જેનો પગાર 25,000 રૂપિયા પ્રતિ માસ હશે. તેમના માટે 10મું પાસ હોવું ફરજિયાત છે. દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવશે.

PIB ફેક્ટ ચેકની ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા દાવાઓની સતત તપાસ કરે છે. જો તમને પણ કોઈ સમાચાર અથવા ફોટા પર શંકા હોય, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ કરી શકો છો. આ ઉપરાંત, તમે Twitter પર @PIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck ફેસબુક પર પણ સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો :Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત

આ પણ વાંચો :સ્વચ્છતા સર્વેક્ષણ: 20 એપ્રિલ પછી ટીમ સુરત શહેરમાં નિરીક્ષણ માટે આવશે, કોર્પોરેશને ફીડબેક માટે મહેનત શરૂ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 10:52 am, Mon, 11 April 22

Next Article