PowerGrid InvIT : IPO માં શેર મળ્યા કે નહિ ? જાણવા આ સ્ટેપ્સ અનુસરો

|

May 06, 2021 | 7:51 AM

પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (PowerGrid InvIT) આગામી સપ્તાહે IPO શેર એલોટમેન્ટની ઘોષણા કરી શકે છે. આ આઈપીઓમાં સારી ખરીદી જોવા મળી હતી. IPO 4.83 ગણો ભરાયો હતો.

PowerGrid InvIT : IPO માં શેર મળ્યા કે નહિ ? જાણવા આ સ્ટેપ્સ અનુસરો
PowerGrid InvIT IPO

Follow us on

પાવરગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (PowerGrid InvIT) આગામી સપ્તાહે IPO શેર એલોટમેન્ટની ઘોષણા કરી શકે છે. આ આઈપીઓમાં સારી ખરીદી જોવા મળી હતી. IPO 4.83 ગણો ભરાયો હતો. સરકારી કંપનીનો આઈપીઓ 29 એપ્રિલના રોજ ખોલ્યો અને 3 મે, 2021 ના ​​રોજ બંધ થયો હતો. સરકારી કંપની દ્વારા લાવવામાં આવેલું આ પહેલું ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આઈપીઓ હતું જેને સંસ્થાકીય રોકાણકારો અને અન્ય રોકાણકારો જેમ કે FII, DFI, બેન્ક, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

કંપની મૂડીનો ઉપયોગ ક્યાં કરશે?
પાવરગ્રિડના ઇશ્યુમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 4.63 ગણો અને અન્ય રોકાણકારોનો હિસ્સો 5.07 ગણો હતો. પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (PGCI) એ આઈપીઓ દ્વારા રૂ 7,735 કરોડ એકત્ર કર્યા છે. IPOમાં શેરના ફ્રેશ ઇસ્યુ શેર્સ અને બાકીના ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ 4,993.48 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આઈપીઓમાંથી ઉભા કરેલા નાણાંનો ઉપયોગ લોન ચુકવણી માટે પ્રારંભિક પોર્ટફોલિયો એસેટને લોન આપવા માટે કરવામાં આવશે. આ સિવાય આ નાણાંનો ઉપયોગ કંપનીની સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા કરવામાં આવશે.

આ રીતે શેર એલોટમેન્ટ સ્ટેટસ તપાસો
પ્રોસ્પેક્ટસમાં ઉપલબ્ધ શેડ્યૂલ મુજબ કંપની મર્ચન્ટ બેંકોની સલાહથી 10 મે 2021 ની આસપાસ શેર ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપશે. રોકાણકારો આઇપીઓ રજિસ્ટ્રાર વેબસાઇટની મુલાકાત લઈને તેમની ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે. પાવરગ્રીડ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની લિસ્ટિંગ 17 મે 2021 ની આસપાસ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

> શેર ફાળવણીની સ્થિતિ જાણવા રોકાણકારોએ આઈપીઓ રજિસ્ટ્રારની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

> અહીં તમે આઇપીઓનું નામ પસંદ કરો. આ પછી તમારી DP ID/DP Client ID અથવા PAN દાખલ કરો.

 

>જો તમે એપ્લિકેશન નંબર વિકલ્પ પસંદ કરો છો, તો પહેલા તમારે એપ્લિકેશન પ્રકાર (ASBA અથવા Non ASBA) પસંદ કરવો પડશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર દાખલ કરો.>

>જો તમે DP ID અથવા Client ID પસંદ કરો છો, તો પહેલા તમારે તમારી ડિપોઝિટરી NSDL અથવા CDSL પસંદ કરવાની રહેશે.

>આ પછી તમારે તમારી આઈડી દાખલ કરવી પડશે. પછી તમે કેપ્ચા સબમિટ કરશો એટલે સ્થિતિ જાણવા મળશે.

> જેમને IPOમાં શેર મળ્યો નથી તેમને 11 મેની આસપાસ પૈસા પાછા મળશે.

Published On - 7:48 am, Thu, 6 May 21

Next Article