કરોડોનું બેન્ક કૌભાંડ કરનાર નીરવ મોદી પહેલી વખત લંડનના રસ્તા પર ફરતો જોવા મળ્યો, હજી પણ જીવી રહ્યો છે ‘આલિશન જીવન’

|

Mar 22, 2019 | 7:12 AM

ભારત પર કરોડો રૂપિયાનું ફલેકું ફેરવી જનાર નીરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓ શોધી રહી છે. પણ નીરવ મોદી લંડનના રસ્તાઓ પર જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. ભારતની બેન્કોને રૂ. 13 હજાર કરોડનું ફલેકું ફેરવી ભાંગેડુ પહેલી વખત કેમેરા સામે જોવા મળ્યો છે. નીરવ મોદી લંડનના માર્ગ પર એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેને […]

કરોડોનું બેન્ક કૌભાંડ કરનાર નીરવ મોદી પહેલી વખત લંડનના રસ્તા પર ફરતો જોવા મળ્યો, હજી પણ જીવી રહ્યો છે આલિશન જીવન

Follow us on

ભારત પર કરોડો રૂપિયાનું ફલેકું ફેરવી જનાર નીરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓ શોધી રહી છે. પણ નીરવ મોદી લંડનના રસ્તાઓ પર જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. ભારતની બેન્કોને રૂ. 13 હજાર કરોડનું ફલેકું ફેરવી ભાંગેડુ પહેલી વખત કેમેરા સામે જોવા મળ્યો છે.

નીરવ મોદી લંડનના માર્ગ પર એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેને દાઢી વધારી દીધી છે. એક તરફ ભારતીય તપાસ એજન્સી તેને શોધી રહી છે તેવવું કહી રહી છે ત્યારે લંડનના એક જાણીતા અખબારે નીરવ મોદી સાથે જાહેર રસ્તા પર જ પ્રશ્નો કર્યા હતા. પરંતુ નીરવ મોદીએ તેના જવાબ આપ્યા નહીં અને ‘નો કોમેન્ટ’ બોલી ત્યાંથી રવાના થયો હતો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

હજી પણ જીવે છે લક્ઝરી લાઈફ

લંડનના રસ્તા પર ફરતા કેમેરામાં કેદ થયેલા નીરવ મોદીના જેકેટની કિંમત જ 10000 પાઉન્ડ એટલે કે અંદાજે રૂ.9 લાખ છે. એટલું જ નહીં મોદી લંડનના સેન્ટર પોઇન્ટ ટાવર બ્લોકમાં ત્રણ બેડરૂમના ફલેટમાં રહે છે. જે લંડનમાં ઘણી પ્રખ્યાત સ્થાન છે, જ્યાંથી સમગ્ર લંડનને નીહાળી શકાય છે. આ ફ્લેટનું ભાડું 17 હજાર યુરો છે એટલે કે અંદાજીત રૂ. 15 લાખ. આટલાં આલિશાન રીતે જીવે છે.

આ પણ વાંચો : પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

મોદીની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કર્યા બાદ અમે બ્રિટનના અધિકારીઓને તેના સરનામા પર પ્રત્યર્પણ કરવાનો અનુરોધ મોકલ્યો છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે મોદીને અસ્થાયી રીતે ધરપકડ કરશે. જેથી કરીને ન્યાયિક પ્રક્રિયા શરૂ થઇ શકે પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.

ઇડીના વરિષ્ઠ અધિકારીઓએ નીરવ મોદીને ધરપકડ કરવા માટે યુકેના અધિકારીઓને કેટલાંય રિમાઇન્ડર મોકલ્યા છે, પરંતુ લંડનના અધિકારીઓએ તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. તાજેતરમાં જ ઇડી એ 13000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના કેસમાં નીરવ મોદીની ભારત અને વિદેશોમાં હાજર 1725.36 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી ચૂકયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:22 am, Sat, 9 March 19

Next Article