નિકાસ મોરચે સારા સમાચાર ! સપ્ટેમ્બર સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે – પિયુષ ગોયલ

|

Sep 24, 2021 | 6:03 PM

બેન્કર્સને સંબોધતા પીયૂષ ગોયલે કહ્યું કે નિકાસકારો પ્રત્યે તેઓએ વધુ ઉદાર બનવાની જરૂર છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે.

નિકાસ મોરચે સારા સમાચાર ! સપ્ટેમ્બર સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર કરી જશે - પિયુષ ગોયલ
કોવિડ -19 મહામારીને કારણે નિકાસ પણ પ્રભાવિત થઈ છે.

Follow us on

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં નિકાસનો આંકડો 190 અબજ ડોલરને પાર થઈ જવો જોઈએ. ચાલુ નાણાકીય વર્ષ માટે નિકાસનો લક્ષ્યાંક 400 અબજ ડોલર રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિકાસ વર્ગોને મદદ કરવા વિનિમય દરો (exchange rates) જેવા મુદ્દાઓ પર બેન્કરોએ “વધુ ઉદાર” બનવું જોઈએ.

તેમણે દંડાત્મક વ્યાજ દરના (penal interest rates) મુદ્દે સમાન ઉદાર અભિગમ અપનાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે કોવિડ -19 મહામારીને કારણે વિદેશી બજારોમાંથી ચૂકવણી પ્રભાવિત થઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

અહીં એક્ઝિમ બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગોયલે કહ્યું હતું કે, વિનિમય દર જેવા મુદ્દાઓ પર, મને લાગે છે કે બેંકોએ થોડી વધુ ઉદાર બનવાની જરૂર છે. બેંકો બે પૈસાનો લાભ આપી શકે છે.  ગોયલે સાન્તાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, (SEEPZ) મુંબઈ ખાતે નિકાસકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલય ખાસ આર્થિક ઝોન (SEZ) ના ધોરણોને સરળ બનાવવા અને એકમો માટે આ ઝોનમાંથી બહાર નીકળવાનું સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

તેમણે કહ્યું કે, મંત્રાલય હાલના સેઝને આંશિક રીતે ઓળખી માન્યતા રદ્દ કરવાની રીતો પર પણ વિચાર કરી રહ્યું છે જેથી જે વિસ્તારોમાં વધારે માંગ નથી તેમનો ઉપયોગ ઓદ્યોગિક અથવા અન્ય હેતુઓ માટે કરી શકાય છે. નિકાસકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર નિકાસકારો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર વિચાર કરી રહી છે.

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, વાણીજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય સાથે  800 ડોલર સુધીના કૃત્રિમ આભુષણો માટે ઈ – કોમર્સને કોઈ બંધન વગર મંજૂરી આપવાના અને જુની વસ્તુઓના અવમુલ્યન જેવા મુદ્દાઓ પર પણ  ચર્ચા કરી રહ્યુ છે.

આ પણ વાંચો :  Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ

Next Article