
Pi Network 14 માર્ચના રોજ પોતાની છઠ્ઠા વાર્ષિક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. પાઈ નેટવર્કના સમર્થકોમાં હવે એવી અટકળો ચાલી રહી છે કે, બિનાન્સ આખરે પાઈ કોઈનને લિસ્ટ કરી શકે છે. આ લિસ્ટિંગ પાઈ નેટવર્ક માટે એક મોટી ઉપલબ્ધિ હશે. જે પહેલાથી અનેક મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જો (CEXs) પર પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે.
આ સિવાય KYC ડેડલાઈનને લઈને પણ Pi Network યુઝર પરેશાન છે. આ બંન્ને સવાલનો જવાબ 14 માર્ચના રોજ મળી જશે. અમે જણાવીશું કે, અત્યારસુધી આ બંન્ને મામલે કઈ માહિતી સામે આવી છે.
પાઇ નેટવર્કના યુઝર છેલ્લા લાંબા સમયથી બિનાન્સ પર પાઈ કોઈનને લિસ્ટ કરવા માટે દબાણ કરી રહ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં બિનાન્સે પાઈ કોઈનના લિસ્ટિંગને લઈ એક સર્વે કર્યો. જેમાં 2,90,000થી વધુ લોકો સામેલ થયા હતા. જેમાંથી 86 ટકાએ પાઈ કોઈનના લિસ્ટિંગનું સમર્થન કર્યું હતુ. પરંતુ બિનાન્સે આ બાદ કહ્યું કે, આ સર્વે માત્ર રેફરન્સ માટે હતો. આનો મતલબ એવો નથી કે, આનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે.
14માર્ચે, પાઇ નેટવર્ક તેની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરશે. બિનાન્સ પર આ હાઇ-પ્રોફાઇલ લિસ્ટિંગ માટે આ સારો દિવસ હોઈ શકે છે. આ જ કારણ છે કે લિસ્ટિંગ અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, બિનાન્સે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર માહિતી આપી નથી.છેલ્લા એક અઠવાડિયામાં પાઇ કોઇનના ભાવમાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે. હાલમાં, તે લગભગ 1.40 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે બિનાન્સ પર લિસ્ટેડ થાય છે, તો તેની કિંમત પહેલા જ દિવસે 3 ડોલર સુધી પહોંચી શકે છે.