Petrol Diesel Price : Mumbai માં પેટ્રોલનાં દામ 100 રૂપિયાને પાર પહોંચ્યા, જાણો તમારા શહેરમાં ઈંધણની કિંમત શું છે?

|

May 29, 2021 | 11:55 AM

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કરે છે.

Petrol Diesel Price : Mumbai માં પેટ્રોલનાં દામ 100 રૂપિયાને પાર પહોંચ્યા, જાણો તમારા શહેરમાં ઈંધણની કિંમત શું છે?
Mumbai માં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા થઇ છે

Follow us on

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કરે છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ ફરીથી બળતણની કિંમતમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 26 થી 30 પૈસા જ્યારે ડીઝલ 28 થી 31 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરાયું છે. ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઇંધણ તેના દર સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે Mumbai માં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે.

આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘું થયું ?
આ મહિને સતત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીના માત્ર 16 દિવસમાં પેટ્રોલમાં લિટર દીઠ 3.59 પૈસાનો વધારો થયો છે જયારે ડીઝલ 4.13 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

City Petrol Diesel
Delhi 93.94 84.89
Kolkata 93.97 87.74
Mumbai 100.19 92.17
Chennai 95.51 89.65
Ganganagar 104.65 97.53
Ahmedabad 90.83 91.28
Rajkot 91.85 92.3
Surat 91.02 91.5
Vadodara 90.76 91.21
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 9:39 am, Sat, 29 May 21

Next Article