Petrol Diesel Price Today : ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે તમારા વાહનનું ઇંધણ, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

|

Nov 24, 2021 | 7:47 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે તમારા વાહનનું ઇંધણ, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત
Petrol Diesel Price Today

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ બુધવારે પેટ્રોલ ડીઝલના નવા દર (Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી. ગત મહિને પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થયા બાદ આ મહિને કિંમતો સ્થિર રહી છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

યુરોપમાં કોવિડના કેસ ફરી વધતાં સ્થાનિક ઇંધણ રિટેલર્સ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે છે. કોવિડ સંક્રમણને કારણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. ફરી એકવાર કોવિડ સંક્રમણના ફેલાવાને કારણે તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.

ક્રૂડ ઓઈલ સસ્તું થશે
બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ શુક્રવારે 6.95 ટકા ઘટીને 78.89 ડોલર પ્રતિ બેરલ થયું હતું, જે 10 દિવસ પહેલા 84.78 ડોલર પ્રતિ બેરલ હતું. ભારતીય સરકારી ઓઈલ કંપનીઓએ ઓટોમોબાઈલ ઈંધણ પર નફો કર્યો છે પરંતુ ગ્રાહકોને લાભ આપતા પહેલા તેઓએ વૈશ્વિક તેલ બજારોમાં ઘટાડાના ટ્રેન્ડનો ટૂંકમાં અભ્યાસ કર્યો હતો કારણ કે અગાઉ જ્યારે કોવિડ સંક્રમણ ટોચ પર હતો ત્યારે ઇંધણના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હાલમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય માણસ ટૂંક સમયમાં તેલની કિંમતમાં 1 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થઇ શકે છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

દરરોજ સવારે 6 વાગ્યે કિંમત બદલાય છે
ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે છેલ્લા 15 દિવસમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે. ઇન્ડિયન ઓઇલ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે.

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : ૩૦ નવેમ્બર પહેલા ફટાફટ પતાવીલો આ કામ નહીંતર મુશ્કેલીમાં પડશો, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : દેશભરમાં હજુ વધારે સસ્તુ થશે પેટ્રોલ અને ડીઝલ! ભાવમાં ભારે ઘટાડાની આશા, જાણો સમગ્ર વિગત

Next Article