Petrol Diesel Price Today : આજે સતત 15માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો નથી ફેરફાર, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

|

Apr 20, 2022 | 6:29 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે સતત 15માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો નથી ફેરફાર, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ
Petrol diesel prices today

Follow us on

આજે સતત 15માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અલબત્ત મોંઘવારી સામે ઝઝૂમી રહેલા દેશના સામાન્ય માણસ માટે આ રાહતના સમાચાર છે. અહીં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલની નજીક છે. 6 એપ્રિલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ની કિંમત 101 ડોલર હતી.આ બાદથી  તેલમાં 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.22 માર્ચથી તેલની કિંમતો વધવા લાગી હતી અને છેલ્લી વખત 6 એપ્રિલે તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

રાજધાની દિલ્હીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થયો છે. 21 માર્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે 6 એપ્રિલે વધીને 105.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જોકે, 6 એપ્રિલથી અત્યાર સુધી પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. દિલ્હી સિવાય મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા, કોલકાતામાં 115.12 રૂપિયા અને ચેન્નાઈમાં 110.85 રૂપિયા છે.

પેટ્રોલ પર ટેક્સ કેવી રીતે લેવાય છે?

પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સની વાત કરીએ તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર 16 એપ્રિલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા છે. આમાં મૂળ કિંમત 56.32 રૂપિયા અને ભાડું 0.20 રૂપિયા છે. આ રીતે રેટ 56.52 રૂપિયા થઈ જાય છે. કેન્દ્ર સરકાર 27.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. ડીલરનું કમિશન રૂ. 3.86 છે. વેટ રૂ. 17.13 છે. આ રીતે કુલ કિંમત 105.41 રૂપિયા સુધી પહોંચે છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ડીઝલ પર કેટલો ટેક્સ છે?

16 એપ્રિલે દિલ્હીમાં ડીઝલની કિંમત 96.67 રૂપિયા છે. મૂળ કિંમત રૂ 57.94 છે અને ભાડું 22 પૈસા છે. આ રીતે તેનો રેટ 58.16 રૂપિયા થઈ જાય છે. એક્સાઇઝ ડ્યુટી રૂ. 21.80, વેટ રૂ. 14.12 છે. આ રીતે કુલ કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : EPFO: પગાર મર્યાદામાં વધારો થવાની શક્યતા, નવા નિર્ણયથી થશે કરોડો કર્મચારીઓને ફાયદો

આ પણ વાંચો :  MUKESH AMBANI હંમેશા સફેદ શર્ટ કેમ પહેરે છે? જાણો શું છે કારણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article