Petrol-Diesel Price Today : આમ આદમી માટે માઠાં સમાચાર, આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો લેટેસ્ટ રેટ

|

Mar 30, 2022 | 8:28 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 100.91 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.11 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

Petrol-Diesel Price Today : આમ આદમી માટે માઠાં સમાચાર, આજે પણ મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ, જાણો લેટેસ્ટ રેટ
આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ બુધવાર 30 માર્ચ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંને 80-80 પૈસા પ્રતિ લીટર મોંઘા થયા છે. આજે કિંમતોમાં વધારા પછી દિલ્હીમાં પેટ્રોલની નવીનતમ કિંમત 101.01 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી તેલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી તેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 9મી વખત તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં માં છેલ્લા 9 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 5.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ મુંબઈમાં પણ તેલના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 85 પૈસા મોંઘુ થયું છે. જે બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 115.88 રૂપિયા અને ડીઝલ 100.10 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

જો કાચા તેલની કિંમતોની વાત કરીએ તો આમાં પણ હાલ કોઈ રાહત નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ છે અને બુધવાર 30 માર્ચે તેની કિંમત બેરલ દીઠ 111.4 ડોલરના સ્તરે રહી છે. આજે WTI ક્રૂડની કિંમત 105.2 ડોલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 111.4 ડોલર છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.01 અને ડીઝલ રૂ. 92.27 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.08 અને ડીઝલ રૂ. 98.36 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 106.69 અને ડીઝલ રૂ. 96.76 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 110.52 અને ડીઝલ રૂ. 95.42 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 100.91 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.11 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 100.70 94.90
Rajkot 100.46 94.68
Surat 100.58 94.80
Vadodara 100.35 94.55

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત\

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

આ પણ વાંચો :  Ruchi Soya FPO : બાબા રામદેવની કંપનીના FPO ને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, 30 માર્ચ સુધી બિડ પરત ખેંચી શકાશે

 

આ પણ વાંચો :  Free LPG Cylinder : હવે સરકાર આ લોકોને વર્ષમાં ૩ ફ્રી ગેસ સિલિન્ડર આપશે, જાણો કોને મળશે લાભ અને કઈ રીતે કરશો એપ્લાય

Published On - 8:27 am, Wed, 30 March 22

Next Article