Petrol-Diesel Price Today : 25 દિવસમાં પેટ્રોલ 6.09 અને ડીઝલ 6.30 રૂપિયા મોંઘુ થયું, જાણો આજનો ભાવ

|

Jun 15, 2021 | 9:16 AM

Petrol-Diesel Price Today : છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે.

Petrol-Diesel Price Today :  25 દિવસમાં પેટ્રોલ 6.09 અને ડીઝલ 6.30 રૂપિયા મોંઘુ થયું, જાણો આજનો ભાવ
File Image of Petrol Pump

Follow us on

Petrol-Diesel Price Today : છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. છેલ્લા ૨૫ દિસવમાં જ પેટ્રોલ પ્રતિ લિટર 6.09 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

આજે સરકારી તેલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રો ની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલના ભાવમાં 30 પૈસા વધારો થયો હતો. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.41 રૂપિયા છે અને ડીઝલની કિંમત 87.28 રૂપિયા છે.

જાણો 25 દિવસમાં પેટ્રોલ-ડીઝલ કેટલું મોંઘું થયું ?
4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. હાલ ઇંધણ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. 25 દિવસમાં સતત મોંઘા થઇ રહેલા બળતને આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે પેટ્રોલ 6.09 પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે જયારે ડીઝલમાં 25 દિવસમાં લિટર દીઠ 6.30 રૂપિયા વધારો કરાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.41 87.28
Kolkata 96.34 90.12
Mumbai 102.58 94.70
Chennai 97.69 91.92
Ganganagar 107.24 100.10
Ahmedabad 93.67 94.30
Rajkot 93.10 93.76
Surat 93.34 94
Vadodara 93.43 94.07
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 9:11 am, Tue, 15 June 21

Next Article