Petrol-Diesel Price Today : સતત નવમા દિવસે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

|

Jul 26, 2021 | 7:15 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : સતત નવમા દિવસે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
Petrol-diesel prices today

Follow us on

આજે સપ્તાહના પેહલા દિવસે પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Today) ની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે આશા છે કે ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. દેશની રાજધાનીમાં તમામ મહાનગરમાં તેલની કિંમતો સ્થિર છે. સ્થાનિક બજારમાં 8 દિવસની તેલ કિંમતોમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી. રાજધાની દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 101.84 ગણતરી અને ડીઝલ 89.87 છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે. મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે.

ઓગસ્ટથી સસ્તું થઇ શકે છે ઇંધણ
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. આ અહેવાલ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Next Article