Petrol Diesel Price Today : નવા વર્ષમાં રાહતના સમાચાર, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં આજે વધારો ન કરાયો, જાણો લેટેસ્ટ રેટ

|

Jan 01, 2022 | 8:42 AM

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.

Petrol Diesel Price Today : નવા વર્ષમાં રાહતના સમાચાર, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં આજે વધારો ન કરાયો, જાણો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today :  વર્ષના પ્રથમ દિવસે(New Year 2022) સરકારી માલિકીની તેલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઈંધણના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે.

2022માં ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે છે

મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વધારાની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી તેલમી કિંમતોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવો જ અંદાજ જારી કર્યો છે જો કે તેનો અંદાજ આના કરતા પણ ઘણો વધારે હતો. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે જેના કારણે બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જશે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો તમારે RBIનો નવો નિયમ જાણવો જોઈએ નહીંતર થઈ શકે છે મોટું નુકસાન

 

આ પણ વાંચો : Bank Holidays in January 2022: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જાન્યુઆરીમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

Next Article