Petrol Diesel Price Today : પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, તમારા વાહનનું ઇંધણ મોંઘુ થયું કે સસ્તું? જાણો અહેવાલ દ્વારા

|

Jun 25, 2022 | 6:44 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : પેટ્રોલ - ડીઝલના નવા ભાવ જાહેર થયા, તમારા વાહનનું ઇંધણ મોંઘુ થયું કે સસ્તું? જાણો અહેવાલ દ્વારા
Petrol-Diesel Price Today (Symbolic Image)

Follow us on

આજે 25 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. 22 મેથી ભાવ સ્થિર છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દર મુજબ આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે. ડ ઓઈલની કિંમતો માત્ર પેટ્રોલ અને ડીઝલની કિંમતોને જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી અન્ય ઘણી વસ્તુઓની કિંમતોને પણ અસર કરે છે. વાસ્તવમાં 2 હજારથી વધુ વસ્તુઓના ઉત્પાદનમાં કાચા તેલનો ઉપયોગ થાય છે.

પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે!!!

ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર 10 થી 11 રૂપિયા અને ડીઝલ પર 23 થી 25 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે કેટલીક જગ્યાએ માંગ વધવાને કારણે પુરવઠાની અછતની સમસ્યા છે. આ દિશામાં કામ થઈ રહ્યું છે અને સમગ્ર દેશમાં ઈંધણની કોઈ કટોકટી નથી.

પેટ્રોલ પર કેટલો ટેક્સ લાગે છે?

હાલમાં રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે. આમાં મૂળ કિંમત 57.13 રૂપિયા છે. ભાડું 20 પૈસા પ્રતિ લીટર છે. એક્સાઇઝ ડ્યુટી રૂ. 19.90 અને વેટ રૂ. 15.71 પ્રતિ લિટર છે. ડીલરનું કમિશન 3.78 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ટેક્સનો આ દર 15 જૂન 2022 ના આધાર મુજબનો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article