Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા

|

Apr 14, 2022 | 7:12 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

આજે સતત નવમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો(Petrol Diesel Price Today) યથાવત છે. દેશમાં 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. 6 એપ્રિલે પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 80 પૈસા પ્રતિ લીટરનો ઉછાળો જોવા મળ્યો હતો. વેટને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીને કારણે લગભગ સાડા ચાર મહિના (4 નવેમ્બર 2021થી 21 માર્ચ 2022) સુધી પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. 10 માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જે બાદ 22 માર્ચથી ભાવ વધવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. અત્યારે તે 105 ડોલરની નજીક છે. ક્રૂડ ઓઇલમાં નરમાશએ ભારત માટે મોટી રાહત છે કારણ કે આપણે તેલની જરૂરિયાતના 85 ટકા આયાત કરીએ છીએ.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

 

 

આ પણ વાંચો : માલની નિકાસથી કેટલુ અલગ છે સર્વિસ એક્સપોર્ટ, જેમાં ભારતે હાંસલ કર્યું  250 અબજ ડોલરનું લક્ષ્ય

 

આ પણ વાંચો : HDFC ફાયનાન્સને પછાડી Adani Green Energy દેશની 8મી સૌથી મોટી વેલ્યૂબલ કંપની બની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Published On - 7:11 am, Thu, 14 April 22

Next Article