Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ -ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ -ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના ભાવ
Petrol-Diesel Price Today
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:33 AM

Petrol Diesel Price Today : સરકારી માલિકીની તેલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) માટે નવા દર જાહેર કર્યા છે. આજે પણ દિલ્હી-મુંબઈ અને અમદાવાદ(Ahmedabad) જેવા મહાનગરોમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ઘણા નાના શહેરોમાં તેલના ભાવ બદલાયા છે. સરકારી તેલ કંપનીઓએ આજે લખનૌ, જયપુર, પટના જેવા રાજ્યોની રાજધાનીમાં તેલના ભાવમાં ફેરફાર કર્યો છે. નોઈડામાં પેટ્રોલ સસ્તું છે ત્યાં લખનૌમાં ગઈકાલ કરતાં મોંઘું ઇંધણ વેચાઈ રહ્યું છે. ઓઈલ કંપનીઓએ લગભગ ચાર મહિનાથી મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ક્રૂડ આજે 100 ડોલર નીચે જોવા મળ્યું છે.

દેશભરમાં ૪ મહિનાથી ઈંધણના ભાવ સ્થિર છે

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવની વધ-ઘટ થયા કરે છે પરંતુ અત્યારે ભારતની સામાન્ય જનતા પર તેની કોઈ અસર થઈ રહી નથી. એક તરફ ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલરના સ્તરે મોંઘી થઈ છે તો બીજી તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચાર મહિનાથી સ્થિર છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ જેવા દેશના શહેરોમાં પેટ્રોલ-ડીઝલ ના ભાવે વેચાઈ રહ્યું છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે.

દરરોજ 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે, તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો : સિનિયર સિટીઝન આ યોજનાઓમાં રોકાણ કરીને વધુ કમાણી કરી શકે છે, જાણો યોજનાઓનો કયો વિકલ્પ છે તમારા માટે શ્રેષ્ઠ

આ પણ વાંચો : રોકાણકારોને રડાવનાર Paytm ના ફાઉન્ડરને પણ ભારે નુકસાન, વિજય શેખર શર્મા હવે નહિ કહેવાય અબજપતિ