Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી આજે રાહત, જાણો આજની તમારા શહેરની કિંમત

|

Jun 17, 2021 | 8:29 AM

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Today )ની વચ્ચે આમ આદમીને આજે થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી.

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી આજે રાહત, જાણો આજની તમારા શહેરની કિંમત
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.

Follow us on

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Today )ની વચ્ચે આમ આદમીને આજે થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરોમાં વધારો થયો નથી. છેલ્લા બે મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. આ સિવાય દેશના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયાને પાર કરી ગયા છે.

આજે પેટ્રોલિયમ મંત્રાલની  અગત્યની  બેઠક મળશે 
સતત વધી રહેલા તેલના ભાવને લઇને સંસદની સ્થાયી સમિતિની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોની સ્થાયી સમિતિ દ્વારા આ બેઠક મળશે. સમિતિએ પેટ્રોલિયમ મંત્રાલય અને IOC, BPCL અને HPCLના અધિકારીઓને બોલાવ્યા છે. બેઠકમાં વર્તમાન ભાવો અને માર્કેટિંગના મુદ્દા પર માહિતી માંગવામાં આવશે. પ્રાકૃતિક ગેસના વર્તમાન ભાવો-માર્કેટિંગ મુદ્દે પણ માહિતી લેવામાં આવશે. આ સાથે ગેઇલના અધિકારીઓને પણ બેઠકમાં બોલાવાયા છે.

26 દિવસમાં Petrol 6.34 અને Diesel ૬.63 રૂપિયા મોંઘુ થઈ ગયું છે
ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને લીધે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ સમય દરમિયાન ક્રૂડ તેલ મોંઘું થવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. પરંતુ 4 મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. 26 દિવસમાં પેટ્રોલ 6.34 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે જયારે ડીઝલમાં ૬.૬૩ રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.66 87.41
Kolkata 96.58 90.21
Mumbai 102.82 94.84
Chennai 97.51 92.04
Ganganagar 107.75 100.47
Ahmedabad 93.58 94.12
Rajkot 93.96 93.91
Surat 93.58 94.14
Vadodara 93.67 94.2
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article