Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું, જાણો આજના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

|

Sep 05, 2021 | 7:31 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. ઇંધણ ભાવ તેની સર્વોચ્ચ સપાટીએ હોવા છતાં મંગમાં વધારો થઇ રહ્યો છે. આ બાબત અર્થતંત્રમાં રિકવરીના સારા સંકેત આપી રહ્યું છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું, જાણો આજના પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
File Image of Petrol Pump

Follow us on

આજે 5 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Today) ના દરમાં ફેરફાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ નબળા પડ્યા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ ઇંધણના દરમાં ઘટાડો કર્યો છે. દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ 10 પૈસાથી લઈ 15 પૈસા સુધી ઘટાડવામાં આવ્યા છેબીજી તરફ ડીઝલ પણ 15 પૈસા સસ્તું થયું છે. આ બીજી વખત છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલી સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ કિંમતે વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવની શું છે સ્થિતિ ?
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા સસ્તું 101.19 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે જયારે ડીઝલના રેટમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તે 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. મુંબઈમાં પણ પેટ્રોલ 13 પૈસા સસ્તું 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 14 પૈસા સસ્તું 96.19 પૈસા પ્રતિ લિટર છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. ઇંધણ ભાવ તેની સર્વોચ્ચ સપાટીએ હોવા છતાં મંગમાં વધારો થઇ રહ્યો છે. આ બાબત અર્થતંત્રમાં રિકવરીના સારા સંકેત આપી રહ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  6 સપ્ટેમ્બરથી આવી રહી છે રોકાણ માટેની તક , 1000 કરોડ રૂપિયા માટે India Bulls Housing Finance નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવશે

આ પણ વાંચો : Forex Reserves : દેશનું વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , ચાલુ સપ્તાહે 17 અબજ ડોલરનો આવ્યો ઉછાળો

 

Next Article