Petrol-Diesel Price Today : જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ? 10 રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

|

Oct 04, 2021 | 7:47 AM

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 98.12 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 99.51 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ? 10 રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર
Petrol-Diesel Price Today

Follow us on

IOCL એ આજે સોમવાર , તારીખ 4 ઓક્ટોબર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. ચાર દિવસથી વધતા ભાવથી આજે રાહત છે. સરકારી તેલ કંપનીઓએ આજે ભાવ વધાર્યા નથી.

ઈંધણની કિંમતો ઉપર નજર કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 90.77 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.43 રૂપિયા અને ડીઝલની કિંમત 98.48 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.07 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 100.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.31 રૂપિયા પ્રતિ લિટર છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખ અને ગુજરાતમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે દેશમાં ઇંધણના ભાવ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 78 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. દેશના ઘણા મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. તમને જણાવી દઈએ કે, રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 98.12 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 99.51 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 102.39 90.77
Mumbai 108.43 98.48
Chennai 100.01 95.31
Kolkata 103.07 93.87

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

આ પણ વાંચો : Share Market : આગામી ત્રણ – ચાર વર્ષમાં SENSEX 1 લાખને પાર પહોંચે તેવા અનુમાન, આ ક્ષેત્રમાં લાંબા ગાળાનું રોકાણ લાભ અપાવી શકે છે

 

આ પણ વાંચો : OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Published On - 7:44 am, Mon, 4 October 21

Next Article