Petrol Diesel Price Today : યુદ્ધના પડઘમ વચ્ચે ક્રૂડના ભાવ 98 ડોલર સુધી ઉછળ્યા, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : યુદ્ધના પડઘમ વચ્ચે ક્રૂડના ભાવ 98 ડોલર સુધી ઉછળ્યા, જાણો આજના પેટ્રોલ - ડીઝલના ભાવ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:19 AM

Petrol Diesel Price Today : દેશની મોટી ઓઈલ કંપનીઓએ આજે 24 ફેબ્રુઆરી ગુરુવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયાને 113 દિવસ થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે.

ગત વર્ષે 4 નવેમ્બરે ઇંધણના ભાવ બદલાયા હતા

ગુરુવારે 24 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 98 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર, 2021ના રોજ કરવામાં આવ્યો હતો, ત્યારથી તેલની કિંમતો સ્થિર છે. બીજી તરફ ગયા વર્ષે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ક્રૂડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ હતી ત્યારથી તે સતત વધી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારાથી ચિંતામાં વધારો

oilprice.com તરફથી મળેલી માહિતી મુજબ 24 ફેબ્રુઆરી ગુરુવારે કાચા તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તે 98.02 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે. આજે WTI ક્રૂડ 1.34 ટકા વધીને 93.33 ડોલર પર પહોંચ્યું છે જે બુધવારે 92.35 ડોલર હતું. આ સિવાય બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ બુધવારે 97 ડોલરથી આજે 1.22 ટકા વધીને 98.02 ડોલર થયું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : કામની વાત : શું LPG GAS CYLINDER ની Expiry Date હોય છે? જાણો હકીકત

આ પણ વાંચો : માત્ર 20 વર્ષમાં આ 30 કંપનીઓ રિલાયન્સની સમકક્ષ જોવા મળશે, જાણો શું કહ્યું દેશના સૌથી ધનિક કારોબારીએ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">