Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો, ફરી 100 ડોલરની ઉપર પહોંચ્યું, જાણો પેટ્રોલ – ડીઝલની કિંમત ઉપર શું પડી અસર

|

Aug 24, 2022 | 7:24 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો, ફરી 100 ડોલરની ઉપર પહોંચ્યું, જાણો પેટ્રોલ - ડીઝલની કિંમત ઉપર શું પડી અસર
Petrol Diesel Price Today

Follow us on

ક્રૂડ ઓઈલ ફરી એકવાર મોંઘુ થવા લાગ્યું છે. પ્રતિ બેરલ 100 ડોલરની નીચે સરકી ગયેલા ક્રૂડ ઓઇલના ભાવ ફરી 100 ડોલરની ઉપર પહોંચી ગયા છે. ક્રૂડ સસ્તું થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. ચીન અને ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાઓમાં ઈંધણનો વપરાશ વધવાના સંકેતોને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જોકે સરકારી તેલ કંપનીઓએ આજે ગુરુવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today) જાહેર કર્યા જેમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ચાર મહાનગરોમાં 6 એપ્રિલથી તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં પેટ્રોલ 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું હતું.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

નવા દર સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:24 am, Wed, 24 August 22

Next Article