Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ફાયદો મળ્યો કે નહીં?

|

Aug 03, 2022 | 7:47 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ફાયદો મળ્યો કે નહીં?
petrol pump file image

Follow us on

આજે કાચા તેલ(Crude Oil)ની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરની નજીક પહોંચી ગયું છે. જોકે, ક્રૂડ ઓઈલમાં ઘટાડાના લાભ લેવા માટે સ્થાનિક ગ્રાહકોએ વધુ રાહ જોવી પડશે. ઓઈલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે અને 3 ઓગસ્ટના રોજ પેટ્રોલ અને ડીઝલ જુના ભાવે જ વેચાશે. સતત 2 મહિનાથી વધુ સમયની જેમ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

વિશ્વભરની અર્થવ્યવસ્થાઓના નબળા સંકેતો બાદ સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. મંગળવારે ભાવ આ સ્તરની નજીક હતા. હાલમાં ઓપેક દેશોની બેઠકમાં વેપારીઓ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે જેના કારણે ભાવ દબાણ હેઠળ છે. ઓક્ટોબર કોન્ટ્રાક્ટ માટે બ્રેન્ટની કિંમત બેરલ દીઠ 100 ડોલરના સ્તરની નજીક છે. તે તેના ઉપરના સ્તરોથી ઘણું ઘટી ગયું છે પરંતુ કિંમતો હજુ પણ ઘણી ઊંચી છે તેથી ગ્રાહકોને તેલના ભાવમાં રાહત માટે વધુ રાહ જોવી પડી શકે છે. તેલના ભાવમાં બે ભાગ હોય છે. પહેલો ભાગ સીધો ક્રૂડના ભાવ સાથે સંબંધિત છે જ્યારે બીજો ભાગ સરકારી કર સાથે સંબંધિત છે. ઘટાડા છતાં કાચા તેલના ભાવ ઊંચા સ્તરે છે.  અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતાને કારણે સરકાર ટેક્સમાંથી આવક ઘટાડવા માંગતી નથી જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા સ્તરે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:47 am, Wed, 3 August 22

Next Article