Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં થયો મોટો ઘટાડો, શું દેશમાં પેટ્રોલ – ડીઝલ સસ્તા થશે? જાણો લેટેસ્ટ રેટ

|

Jun 20, 2022 | 6:37 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં થયો મોટો ઘટાડો, શું દેશમાં પેટ્રોલ - ડીઝલ સસ્તા થશે? જાણો લેટેસ્ટ રેટ
Petrol Pump File Image

Follow us on

Petrol Diesel Price Today : ચીનમાં મંદી અને કોરોના સંબંધિત નિયંત્રણોના ભયથી ક્રૂડ ઓઈલ(Crude Oil)ની માંગમાં ઘટાડો થયો છે જેના કારણે ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 113.61 ડોલરના સ્તરે બંધ થયું હતું. સાપ્તાહિક ધોરણે કાચા તેલમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર જોવા મળી નથી. આજે સતત 30માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે દેશભરમાં તેલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો જ્યારે કેન્દ્ર સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.

ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ વધ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોની હિલચાલ અંગે કેડિયા કોમોડિટી ડિરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે ઓપેક દેશોએ જુલાઈ અને ઓગસ્ટમાં ઉત્પાદન વધારવાની વાત ચોક્કસ કરી છે પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ મોટો વિકાસ થયો નથી. ચીન તરફથી માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થશે. આ અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 106 ડોલર સુધી સરકી શકે છે જે 120 ડોલરને વટાવી ગયું હતું.

ઈંધણ સંકટના સમાચાર વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે દેશભરમાં યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન લાગુ કર્યું છે. આ નિયમ હેઠળ જે લોકો પાસે પેટ્રોલ પંપ ચલાવવાનું લાયસન્સ છે તેઓ હવે પોતાની મરજીથી તેમના પેટ્રોલ પંપને બંધ કરી શકશે નહીં. જોકે, રિલાયન્સ અને નાયરા જેવી પ્રાઈવેટ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આ સમસ્યાથી બચવા માટે પેટ્રોલ અને ડીઝલ વધુ ભાવે વેચી રહી છે. પ્રાઈવેટ આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલ 3-5 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ વેચાઈ રહ્યું છે. પરંતુ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર બોજ વધી રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article