Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે ક્રૂડ ઓઈલ(Crude Oil) 119.7 ડોલર અને યુએસ ડબલ્યુટીઆઈ ક્રૂડ 118.9 ડોલરના સ્તરે બંધ થયું છે. સૂત્રો અનુસાર ક્રૂડ હજુ ઉપર જઈ શકે છે. તેલમાં ઉતાર – ચઢાવ છતાં સરકરી તેલ કંપનીઓએ આજે સામાન્ય માણસને રાહત આપી છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.
21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા બાદ રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 7-9 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારપછી કોઈ વધારો કે ઘટડાઓ કરવામાં આવ્યો નથી.
પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પર નિર્ભર કરે છે કારણ કે ભારત 85 ટકા તેલની આયાત કરે છે. IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે ક્રૂડ ઓઈલ 120 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં તે ફરીથી 125 ડોલરના સ્તરે પહોંચી જશે. ઓપેક પ્લસ દેશોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને ચીનમાંથી માંગ વધી રહી છે જેના કારણે ભાવ વધી રહ્યા છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 96.42 | 92.17 |
Rajkot | 96.19 | 91.95 |
Surat | 96.31 | 92.07 |
Vadodara | 96.54 | 92.28 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.