Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ભડકો, જાણો આજે શું છે તમારા શહેરમાં 1 લીટર – પેટ્રોલ ડીઝલની કિંમત

|

Jan 15, 2022 | 8:46 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ભડકો, જાણો આજે શું છે તમારા શહેરમાં 1 લીટર - પેટ્રોલ ડીઝલની કિંમત
Petrol-Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : દેશની મોટી ઓઈલ કંપનીઓએ 15 જાન્યુઆરી શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે આજે પણ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયાને 73 દિવસ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત 86 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ છે. જ્યાં એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યા છે તો બીજી તરફ ભારતમાં ઈંધણની કિંમતો પર તેની કોઈ અસર થઈ રહી નથી.

ડિસેમ્બરમાં ક્રૂડના ભાવ  70 ડોલર પ્રતિ બેરલ સુધી ગગડ્યા હતા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 86 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. જો કે છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી પરંતુ ત્યારપછી ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવ 86 ડૉલરને પાર

oilprice.com અનુસાર 15 જાન્યુઆરી શનિવારના રોજ ક્રૂડ ઓઇલની કિંમતોમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. WTI ક્રૂડ શુક્રવારે 81.69 ડોલરથી શનિવારે 2.07 ટકા વધીને 83.82 ડોલર થયું હતું. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 1.88 ટકા વધીને 86.06 ડોલર થયા છે. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 84.19 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : શું તમે Credit Card નો ઉપયોગ કરો છો? આ રીતે જાણો Late Payment માટે તમારી બેન્ક અન્ય બેંકો કરતા વધુ ચાર્જીસ નથી વસૂલી રહીને

 

આ પણ વાંચો : Union Budget 2022: બજેટ 2022 નું શિડ્યુલ તારીખ, સમય અને પ્રક્રિયા શું છે? જાણો સંપૂર્ણ માહિતી અહેવાલ દ્વારા

Next Article