Petrol Diesel Price Today : દોઢ મહિનામાં 30 વાર પેટ્રોલ – ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે તમારા ખિસ્સાને કેટલું હળવું કરશે ઇંધણ

|

Jun 26, 2021 | 1:33 PM

ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલના ભાવ (Petrol Diesel Price Today in Gujarat)ઉપર નજર કરીએતો પાટનગર ગાંધીનગરમાં ડીઝલ ૯૫.૬૬ રૂપિયા અને પેટ્રોલ ૯૫.૧૮ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે.

Petrol Diesel Price Today : દોઢ મહિનામાં 30 વાર પેટ્રોલ - ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે તમારા ખિસ્સાને કેટલું હળવું કરશે ઇંધણ
File picture of petrol pump

Follow us on

ઇંધણના ભાવ ચિંતાજનક સ્તરે પહોંચી રહયા છે. એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ – ડીઝલના ભાવ(Petrol Diesel Price Today )માં વધારો ઝીકવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઇલ દ્વારા જારી માહિતી અનુસાર પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ૩૧ થી 35 પૈસા અને ડીઝલની કિંમત 34 થી 37 પૈસા સુધી વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવ (Petrol Diesel Price Today in Gujarat)ઉપર નજર કરીએતો પાટનગર ગાંધીનગરમાં ડીઝલ ૯૫.૬૬ રૂપિયા અને પેટ્રોલ ૯૫.૧૮ રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે.

4 મે ૨૬ જૂન સુધીમાં 30 વાર ભાવ વધારો કરાયો
૪ મેં થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.71 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 7.92 નો વધારો થયો છે. ઘરેલું તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસના સરેરાશ ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિને આધારે બળતણની કિંમત નક્કી કરે છે.

૪.૫ રૂપિયા ટેક્સ ઘટાડી શકે છે સરકાર
વધતા ભાવો વચ્ચે હવે ભારતીય રેટિંગ એજન્સી આઈકરાએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર પણ લિટર દીઠ રૂ 4 સુધીનો બળતણ પરનો ટેક્સ ઘટાડે તો પણ આવકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. નાણાકીય વર્ષ 2021 માં પેટ્રોલની માંગમાં વાર્ષિક ધોરણે 10.6 ટકાનો ઘટાડો થયો છે પરંતુ ઇંધણ પર ટેક્સ દ્વારા કેન્દ્ર સરકારની વાર્ષિક આવક 55 ટકા વધીને 3.5 લાખ કરોડ રૂપિયા થઈ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 98.11 88.65
Kolkata 97.97 91.5
Mumbai 104.22 96.16
Chennai 99.19 93.23
Ganganagar 109.07 101.64
Ahmedabad 94.98 95.46
Rajkot 94.76 95.26
Surat 95.02 95.12
Vadodara 94.64 95.12
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article