Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાનો ભય, જાણો આજના ઇંધણના ભાવ

|

Jan 28, 2022 | 8:49 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલ - ડીઝલ મોંઘા થવાનો ભય, જાણો આજના ઇંધણના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today: IOCL એ આજે ​​પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો તમે ડેટા અને દિવસો પર નજર નાખો તો છેલ્લા ત્રણ મહિના આસપાસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર, 2021થી વાહનના ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આજે દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડા પહેલા વાહનના ઈંધણના ભાવ સમગ્ર દેશમાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. મોટાભાગના શહેરોમાં પેટ્રોલે ‘સદી’ ફટકારી હતી. ઘણા શહેરોમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટર નીચે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી તેલના ભાવ ઉછળશે

બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત 90 ડોલરની નજીક છે.રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ ઉપરાંત નેચરલ ગેસના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદની ક્રૂડ ઓઇલની કિંમતો પર પણ મોટી અસર પડશે. કારણ કે યુરોપિયન દેશોમાં જતો એક તૃતીયાંશ ગેસ રશિયામાંથી જાય છે. તે કિસ્સામાં જો પ્રતિબંધો લાદવામાં આવે છે તો તેઓ જવાબ આપી શકે છે. યુક્રેનમાં ગેસના ભાવ ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણા વધી ગયા છે. કટોકટી ત્યાં પહેલેથી જ ચાલી રહી છે. જો રશિયા પર કોઈપણ પ્રતિબંધો લાદવામાં આવે છે. અને જો રશિયા જવાબ આપે છે તો ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગી શકે છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા, જાણો કેમ ભરાયું આ પગલું

 

આ પણ વાંચો : Income Tax Refund : આવકવેરા વિભાગ દ્વારા 1.62 લાખ કરોડનું રિફંડ અપાયું, આ રીતે તપાસો તમારા ખાતાની સ્થિતિ

Next Article