Petrol-Diesel Price: ઈંધણના વધતા ભાવોથી આમ આદમી જ નહીં પણ સરકાર પણ ચિંતિત, દેશના વિકાસમાં આવી રહી છે અડચણ

|

Mar 25, 2021 | 11:18 AM

માત્ર સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો(Petrol - Diesel Price)થી પરેશાન નથી. પરંતુ આની અસર અર્થતંત્રની ગતિ પર પણ જોવા મળી રહી છે.

Petrol-Diesel Price: ઈંધણના વધતા ભાવોથી આમ આદમી જ નહીં પણ સરકાર પણ ચિંતિત, દેશના વિકાસમાં આવી રહી છે અડચણ
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનુ રાષ્ટ્ર વ્યાપી આદોલન

Follow us on

માત્ર સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો(Petrol – Diesel Price)થી પરેશાન નથી. પરંતુ આની અસર અર્થતંત્રની ગતિ પર પણ જોવા મળી રહી છે. આસમાને પહોંચેલા તેલના ભાવને લીધે ફેબ્રુઆરી મહિનામાં ઈંધણનો વપરાશ સતત બીજા મહિને ઘટ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે માંગમાં ઘટાડો થયો છે, આ બાબતની અસર તેલ કંપનીઓ અને સરકારી ખજાના પર પણ પડશે, જેના કારણે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડશે.

 

અસલમાં ઈંધણના વધતા ભાવ ભારતની માંગની સ્થિતિને અસર કરી રહી છે. કોવિડને કારણે લોકડાઉન પછીની પરિસ્થિતિમાં પણ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નોથી વેગ મળ્યો છે. સત્તાવાર આંકડા મુજબ ફેબ્રુઆરીમાં દેશના બળતણ વપરાશમાં સતત ઘટાડો થયો હતો. બળતણના વધતા ભાવ વચ્ચે માંગ સતત બીજા મહિને નીચે આવી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

સરકારી આંકડા શું કહે છે?
ફેબ્રુઆરીમાં વપરાશમાં ઘટાડો સપ્ટેમ્બર પછીનો સૌથી નીચે છે. તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે સૌથી ખરાબ સ્થિતિ છે અને માંગ વધી રહી છે. ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના અનુસાર ફેબ્રુઆરીમાં ઈંધણનો વપરાશ (મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ) 4.9 ટકા ઘટીને 17.2 મિલિયન ટન થઈ ગયો છે. માસિક ધોરણે પણ માંગમાં 4.6 ટકાનો ઘટાડો થયો છે. આ બતાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે પાટા પર લાવવાના માર્ગમાં હજી ઘણા અવરોધો છે.

 

અર્થવ્યવસ્થામાં રિકવરીને સમય લાગશે
સ્પષ્ટ સંકેત છે કે સંપૂર્ણ રિકવરી હજી દૂર છે અને ડીઝલ વપરાશના આંકડા જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે કારણ કે દેશમાં તમામ પ્રકારના માલના પરિવહનનો મુખ્ય સ્રોત તેલ છે અને કુલ ઈંધણના આશરે 40 ટકા હિસ્સો છે. ડીઝલનો વપરાશ મહિનાના આધારે ફેબ્રુઆરીમાં 3.8 ટકા ઘટીને 6.55 મિલિયન ટન થયો છે. વાર્ષિક ધોરણે તેનો ઘટાડો 8.5 ટકા હતો.

 

પેટ્રોલનું વેચાણ 6.5 ટકા ઘટ્યું
પેટ્રોલનું વેચાણ ફેબ્રુઆરીમાં 6.5 ટકા ઘટીને 2.44 મિલિયન ટન થયું હતું, જે એક વર્ષ અગાઉના વેચાણમાં આશરે 3 ટકાના ઓછું છે. આ વર્ષે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 775 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4,200 પર પહોંચી

Published On - 10:29 pm, Sat, 13 March 21

Next Article