Petrol – Diesel મોંઘું થઈ શકે છે , તેલ કંપનીઓને ચૂંટણી પૂર્ણ થવાનો ઇંતેજાર

|

Apr 22, 2021 | 8:32 AM

બંગાળ વિધાનસભાની ચૂંટણી તેના છેલ્લા તબક્કામાં છે. દરમિયાન લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ(Petrol - Diesel)ની કિંમતમાં ધરખમ ફેરફાર થયા નથી.

Petrol - Diesel મોંઘું થઈ શકે છે , તેલ કંપનીઓને ચૂંટણી પૂર્ણ થવાનો ઇંતેજાર
File picture of petrol pump

Follow us on

બંગાળ વિધાનસભાની ચૂંટણી તેના છેલ્લા તબક્કામાં છે. દરમિયાન લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ(Petrol – Diesel)ની કિંમતમાં ધરખમ ફેરફાર થયા નથી. IANSના અહેવાલ મુજબ તેલ કંપનીઓ ચૂંટણી પુરી થાય તેની રાહ જોઈ રહી છે. ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 થી ૩ રૂપિયાનો વધારો થઇ શકે છે. જો કે, આ વૃદ્ધિ તબક્કાવાર આવશે.

બંગાળમાં ચૂંટણીઓનો છેલ્લો તબક્કો 29 એપ્રિલ છે. આવી સ્થિતિમાં મે મહિનામાં ભાવ વધશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ સમયે તેલ કંપનીઓ પેટ્રોલના લિટર દીઠ રૂ 3 અને ડીઝલ પર 2 રૂપિયાનું નુકસાન કરી રહી છે પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો થયો છે જેના કારણે તે પ્રતિ બેરલ 66 ડોલરના સ્તરે છે.

27 ફેબ્રુઆરીથી ભાવમાં કોઈ ઉછાળો નથી
રિપોર્ટ અનુસાર 27 ફેબ્રુઆરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. માર્ચ અને એપ્રિલમાં તેની કિંમતમાં ચાર વખત ઘટાડો કરવામાં આવ્યો છે. કાપને કારણે પાટનગર દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 77 પૈસા અને ડીઝલના ભાવમાં 74 પૈસા ઘટાડો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારત માટે ક્રૂડની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 61.22 ડોલર હતી. માર્ચમાં તે 64 .73 ડોલર હતું, જ્યારે એપ્રિલમાં અત્યાર સુધીનો સરેરાશ ભાવ 66ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. પે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

29 એપ્રિલે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થશે
તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓઇલ કંપનીઓએ માર્ચની શરૂઆતમાં જ ભાવવધારો છોડી દીધો હતો. 24 અને 25 માર્ચે પણ ભાવમાં સતત બે દિવસ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Published On - 8:32 am, Thu, 22 April 21

Next Article