
મોંઘા દેવા અને ઊંચી EMI થી પરેશાન છો? યોગ્ય આયોજન સાથે લેવાયેલી વ્યક્તિગત લોન માત્ર બીજી લોન નથી. પરંતુ નાણાકીય દબાણ ઘટાડવાનો એક અસરકારક માર્ગ બની શકે છે. વ્યક્તિગત લોનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો તો મોટી બચત, ઓછું વ્યાજ અને સરળ EMI નો લાભ મળી શકે છે.
તમારી પાસે ક્રેડિટ કાર્ડ બેલેન્સ, કોસ્ટલી EMIs અથવા અનેક નાની-મોટી લોન છે? તો બધાને એક જ વ્યક્તિગત લોન હેઠળ લાવી દેવાથી મોટો ફાયદો થાય છે.
ઓછા વ્યાજ દરવાળી લોન તમારા તમામ ખર્ચાળ દેવા બદલી દે છે, જેના કારણે EMI વ્યવસ્થિત બને છે અને એકંદર વ્યાજનો બોજ ઘટે છે. નિષ્ણાતો જણાવે છે કે ઊંચા વ્યાજની લોનમાંથી ઓછા વ્યાજ દરવાળી લોન તરફ સ્વિચ કરવાથી માસિક તણાવ ઘટે છે અને લાંબા ગાળે બચત થાય છે.
લાંબા સમયગાળાની લોન EMI ઓછું આપે છે, પરંતુ કુલ વ્યાજ બહુ વધી જાય છે. જ્યારે ટૂંકી મુદતની લોન EMI થોડી વધુ હોય છે, પરંતુ વ્યાજના રૂપમાં ભારે બચત થાય છે. જો તમારી માસિક આવક ક્ષમતા પરવાનગી આપે છે, તો ટૂંકી મુદત પસંદ કરવી નાણાકીય રીતે વધુ ફાયદાકારક સાબિત થાય છે.
દરેક લોન ખરાબ નથી. જો લોન એવી વસ્તુ માટે લેવામાં આવી છે જે તમારી આવકમાં વધારો કરે — જેમ કે વ્યાવસાયિક કોર્સ, સ્કિલ ડેવલપમેન્ટ અથવા જરૂરી સાધનો, તો તે નાણાકીય રીતે યોગ્ય રોકાણ ગણાય છે. ઘણી બેંકો હાલ પાત્ર ગ્રાહકોને 9.99% વાર્ષિક વ્યાજ દરથી વ્યક્તિગત લોન આપી રહી છે, જે ઉત્પાદક ખર્ચ માટે સારો વિકલ્પ છે.
વ્યાજમાં બચાવવાનું સૌથી સરળ સ્ટેપ એ છે કે શરૂઆતમાં જ સારો વ્યાજ દર મેળવો. મજબૂત ક્રેડિટ સ્કોર, ઓછી EMI લોડ અને સ્થિર નોકરીવાળા ગ્રાહકોને બેંકો વધુ લાભદાયક દર આપે છે. વિવિધ બેંકોની ઓફરો તપાસવી અને વાટાઘાટ કરવી, કુલ ખર્ચ ઘટાડી શકે છે.
વ્યક્તિગત લોનમાં પ્રીપેમેન્ટ (મૂળ રકમ પર અગાઉથી ચુકવણી) કરવાથી સીધી રીતે વ્યાજમાં ભારે ઘટાડો થાય છે. બોનસ, ટેક્સ રિફંડ અથવા વધારાની આવક મળતાની સાથે નાની રકમ પણ ચૂકવવાથી લોન વહેલી પૂરી થાય છે અને વ્યાજમાં મોટી બચત થાય છે. ઘણા લોકો આ વ્યૂહરચના અપનાવતા નથી અને અંતે વધારે વ્યાજ ચૂકવી દે છે.