હવે Pensioners વીડિયો કોલ દ્વારા લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા

|

Nov 02, 2021 | 7:44 AM

SBIએ પેન્શનરો માટે ખાસ વેબસાઇટ પણ બનાવી છે. પેન્શનરે આ વેબસાઈટ પર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી સરળતાથી લોગ ઈન કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ વેબસાઈટ વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સંબંધિત ઘણા કાર્યોને સરળ બનાવશે.

હવે Pensioners વીડિયો કોલ દ્વારા લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા
Pensioner

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 1લી નવેમ્બર 2021થી પેન્શનધારકો માટે નવી સુવિધા શરૂ કરી રહી છે. આ અંતર્ગત બેંકમાં પેન્શન ખાતા ધારકો ઘરે બેઠા વીડિયો કૉલ દ્વારા તેમનું જીવન પ્રમાણપત્ર(Life Certificate) સબમિટ કરી શકે છે. SBIએ આ નવી સુવિધાને વિડિયો લાઈફ સર્ટિફિકેટ સર્વિસ (SBI Video Life Certificate Service) નામ આપ્યું છે.

SBIએ કહ્યું કે વિડિયો લાઇફ સર્ટિફિકેટ સેવા એક સરળ અને સુરક્ષિત પેપરલેસ અને ફ્રી સુવિધા છે. આમાં પેન્શનરને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાન કાર્ડની જરૂર પડશે. આ માટે પેન્શનરોએ અધિકૃત વેબસાઇટ https://www.pensionseva.sbi/ પર જવું પડશે. પછી ડ્રોપ ડાઉનમાંથી ‘વીડિયો એલસી’ પસંદ કર્યા પછી તમારો SBI પેન્શન એકાઉન્ટ નંબર દાખલ કરો. આ પછી, પેન્શનરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP સબમિટ કરો. તે પછી નિયમો અને શરતો સ્વીકારો અને ‘સ્ટાર્ટ જર્ની’ પર ક્લિક કરો.

આ સરળ સ્ટેપ્સને અનુસરો

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
  • વીડિયો કોલ દરમિયાન પાન કાર્ડ તૈયાર રાખ્યા બાદ‘I am Ready’ પર ક્લિક કરો.
  • વીડિયો કૉલ શરૂ કરવા માટે કૅમેરા, માઇક્રોફોન અને લોકેશન સંબંધિત પરવાનગીઓ આપો.
  • SBI અધિકારી વીડિયો કોલ પર આવશે.
  • જો તમે ઇચ્છો તો તમે તમારી અનુકૂળતા મુજબ સમયસર વિડિયો કૉલ શેડ્યૂલ કરી શકો છો.
  • વિડિયો કૉલની શરૂઆત પર પેન્શનરને વેરિફિકેશન કોડ મળશે. SBI અધિકારીને આ વાત જણાવો.
  • વીડિયો કોલ પર તમારું પાન કાર્ડ બતાવો. SBI અધિકારી તેને કેપ્ચર કરી લેશે.
  • SBI અધિકારી પેન્શનરનો ફોટો પણ લેશે. તે પછી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

પેન્શનરો માટે ખાસ વેબસાઇટ
SBIએ પેન્શનરો માટે ખાસ વેબસાઇટ પણ બનાવી છે. પેન્શનરે આ વેબસાઈટ પર પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી સરળતાથી લોગ ઈન કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. આ વેબસાઈટ વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સંબંધિત ઘણા કાર્યોને સરળ બનાવશે. વેબસાઇટ દ્વારા યુઝર્સ કેલ્ક્યુલેશન શીટ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે તમે પેન્શન સ્લિપ અથવા ફોર્મ-16 પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય પેન્શન પ્રોફાઇલની વિગતો રોકાણની માહિતી અને જીવન પ્રમાણપત્રની સ્થિતિ પણ ચકાસી શકાય છે. આ વેબસાઈટ દ્વારા બેંકમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની માહિતી પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ

આ પણ વાંચો : Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

Next Article