Paytm IPO : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, જાણો શું છે GMP

|

Nov 04, 2021 | 9:29 AM

બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm હાલમાં અનલિસ્ટેડ માર્કેટમાં 3300-3400 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે Paytm ખૂબ જ નાજુક સ્તરે ટ્રેડિંગ કરી રહ્યું છે.

Paytm IPO : દેશનો સૌથી મોટો IPO 8 નવેમ્બરે ખુલશે, જાણો શું છે GMP
Paytm IPO

Follow us on

જો તમે Paytm IPOની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. Paytm IPO આવતા મહિને એટલે કે 8 નવેમ્બરે રોકાણ માટે ખુલશે. ભારતના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.

 

PayTM IPO Detail
IPO Open Date                    Nov 8, 2021
IPO Close Date                    Nov 10, 2021
Basis of Allotment Date    Nov 15, 2021
Initiation of Refunds        Nov 16, 2021
Credit of Shares                Nov 17, 2021
IPO Listing Date                Nov 18, 2021

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

 

અગાઉ સરકારી માલિકીની કંપની કોલ ઈન્ડિયા રૂ 15,000 કરોડનો IPO લઈને આવી હતી. Paytm ની સ્થાપના વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2010 માં મોબાઇલ રિચાર્જિંગ સેવા શરૂ કરી હતી. ત્યારથી કંપનીએ તેની સેવાનો વ્યાપ સતત વિસ્તાર્યો છે અને હાલમાં હોટેલ બુકિંગ અને મુસારી ટિકિટ સહિત ઘણું બધું Paytm એપ્લિકેશનની મદદથી કરવામાં આવે છે.

Paytmનો રૂ. 18,300 કરોડનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી આ રેકોર્ડ કોલ ઈન્ડિયા લિમિટેડ પાસે હતો, જે 2010માં રૂ 15,000 કરોડના આઈપીઓ સાથે બજારમાં આવી હતી.

જાણો PayTM ના IPO વિશે

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર Paytm ની પેરન્ટ કંપની One97 Communications Ltd નો IPO 8 નવેમ્બરે ખુલશે.
  • 10 નવેમ્બર છેલ્લી તારીખ છે. એટલેકે તે દિવસે રોકાણ માટેની ઓફર બંધ થશે
  • શેર 18 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
  • આ કંપની વિશ્વમાં અગ્રણી રોકાણકારોએ વિશ્વાસ મુક્યો છે.
  • ચીની અબજોપતિ જેક માની કંપની એન્ટ ફાઇનાન્સિયલે તેમાં મોટું રોકાણ કર્યું છે.
  • આ ઉપરાંત અલીબાબા સિંગાપોર, એલિવેશન કેપિટલના ત્રણ ફંડ, સોફ્ટબેંક વિઝન ફંડ અને બીએચ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.

ગ્રે માર્કેટમાં સારું પ્રીમિયમ મળી રહ્યું છે
અનલિસ્ટેડ માર્કેટમાં Paytmના ઈશ્યૂનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 135 પર ચાલી રહ્યું છે. Paytmની ઇશ્યૂ કિંમત 2080-2150 રૂપિયા છે. તદનુસાર, તેના અનલિસ્ટેડ શેર રૂ. 2285 (2150+135) પર ટ્રેડ થઈ રહ્યા છે.

પેટીએમના શેર છેલ્લા 3 વર્ષથી અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, Paytm IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની હાલની બિઝનેસ લાઇનને વિસ્તારવા અને તેના નેટવર્કમાં નવા વેપારીઓ અને ગ્રાહકોને ઉમેરવા માટે કરશે.

 

આ પણ વાંચો :  Diwali Muhurat Trading 2021: આજે શેરબજારમાં આ ખાસ સમયે મળશે કમાણીની તક, જાણો કઈ રીતે અને શું છે સમય?

 

આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

 

Next Article