Paytm IPO : પ્રથમ દિવસે Paytm નો ઈશ્યૂ માત્ર 18% સબસ્ક્રાઈબ થયો, જાણો વિગતવાર

|

Nov 09, 2021 | 7:04 AM

Paytm IPOમાં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેરના 73 ટકા માટે બિડ પ્રાપ્ત થઈ છે. સંસ્થાકીય રોકાણકારોના હિસ્સામાંથી માત્ર 6 ટકા જ બિડ કરવામાં આવી છે.

Paytm IPO : પ્રથમ દિવસે Paytm નો ઈશ્યૂ માત્ર 18% સબસ્ક્રાઈબ થયો, જાણો વિગતવાર
Paytm IPO

Follow us on

દેશની સૌથી મોટી પબ્લિક ઓફર (IPO) 8 નવેમ્બર 2021 ના ​​રોજ ખુલી છે. One97 Communication એ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ની પેરેન્ટ કંપની રૂ. 18,300 કરોડની જાહેર ઓફર લાવી છે. IPO ઓપનિંગના પહેલા દિવસે Paytmનો ઈશ્યૂ (Paytm IPO) 18 ટકા સબસ્ક્રાઈબ થયો છે. કંપનીએ ઇશ્યૂ હેઠળ બિડિંગ માટે 4.83 કરોડ શેર ઓફર કર્યા છે. તમને જણાવી દઈએ કે Paytm નો IPO આવતીકાલે 10 નવેમ્બર 2021 ના ​​રોજ બંધ થશે.

Paytm IPOમાં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત શેરના 73 ટકા માટે બિડ પ્રાપ્ત થઈ છે. સંસ્થાકીય રોકાણકારોના હિસ્સામાંથી માત્ર 6 ટકા જ બિડ કરવામાં આવી છે. આ સિવાય બિન-સંસ્થાકીય રોકાણકારો અથવા હાઈ નેટવર્થ રોકાણકારો (HNIs) માટે આરક્ષિત હિસ્સાના માત્ર 2 ટકાની જ બિડ કરવામાં આવી રહી છે. 1.31 કરોડ શેર HNIs માટે અનામત રાખવામાં આવ્યા છે.

કોના માટે કેટલા ટકા અનામત છે
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) એ Paytmના ઇશ્યૂ હેઠળ 16.78 લાખ શેર માટે બિડ કરી છે. તેમના માટે 2.63 કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, Paytmના 75% ઇશ્યુ ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત છે. 15 ટકા હાઈ નેટવર્થ રોકાણકારો માટે અને બાકીના 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એન્કર રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ
Paytm એ કુલ રૂ 18,300 કરોડના IPOમાં એન્કર રોકાણકારો પાસેથી 45 ટકા અથવા રૂ 8,235 કરોડ એકત્ર કર્યા છે. એન્કર રોકાણકારો માટે આરક્ષિત હિસ્સા માટે 10 ગણી બિડ મળી છે. આમાં લગભગ 75 રોકાણકારોએ બોલી લગાવી હતી. Paytmના એન્કર રોકાણકારોમાં BlackRock, CPPIB, બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને GIC સહિત ઘણા બ્લુચિપ રોકાણકારોનો સમાવેશ થાય છે.

ગ્રે માર્કેટમાં શેરની કિંમત શું છે ?
અનલિસ્ટેડ માર્કેટમાં Paytm IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ 150 પર ચાલી રહ્યું છે. કંપનીની ઇશ્યૂ કિંમત રૂ 2080-2150 છે. આ મુજબ ગ્રે માર્કેટમાં અનલિસ્ટેડ શેર રૂ. 2300 (2150+150) પર ટ્રેડ થઈ રહ્યા છે. વેલ્યુએશન પરના તફાવતને કારણે Paytm એ IPO પહેલાની ફંડિંગ યોજનાઓ રદ કરી દીધી છે. Paytm ની પેરન્ટ કંપની One 97 ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિજય શેખર શર્મા ઓફર ફોર સેલ દ્વારા રૂ. 402.65 કરોડના શેર વેચવાના છે.

 

આ પણ વાંચો :  ITR filing: ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા પતાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો : Solar Energy મામલે ભારતે કર્યો કમાલ, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં થયો 17 ગણો વધારો

Next Article