Opening Bell : શેરબજારની ફ્લેટ શરૂઆત, આ શેરમાં ઉથલ -પાથલ જોવા મળી

Share Market Opening Bell : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લાં કારોબારી સત્રમાં 22 સપ્ટેમ્બરે શુક્રવારે  ટ્રેડિંગની શરૂઆ ફ્લેટ થઇ છે. બે દિવસના ઘટાડા બાદ આજે નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 66215 પર જયારે નિફ્ટી 2.50 અંક ઉપર 19744 પર ખુલ્યો હતો.

Opening Bell  : શેરબજારની ફ્લેટ શરૂઆત, આ શેરમાં ઉથલ -પાથલ જોવા મળી
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:25 AM

Share Market Opening Bell : ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લાં કારોબારી સત્રમાં 22 સપ્ટેમ્બરે શુક્રવારે  ટ્રેડિંગની શરૂઆ ફ્લેટ થઇ છે. બે દિવસના ઘટાડા બાદ આજે નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ(Sensex) 66215 પર જયારે નિફ્ટી 2.50 અંક ઉપર 19744 પર ખુલ્યો હતો

Stock Market Opening Bell (22 September, 2023)

  • SENSEX  : 66,215.04  −15.20 
  • NIFTY      : 19,744.85 +2.50 

ગુરુવારે ભારતીય શેરબજારોમાં ખળભળાટ મચ્યા બાદ અમેરિકન શેરબજારોમાં પણ ઘટાડાનું તોફાન જોવા મળ્યું હતું. વોલ સ્ટ્રીટનો મુખ્ય સૂચકાંક ડાઉ જોન્સ 1.08 ટકા ઘટીને 34070 થયો હતો. S&P 1.64 ટકા ઘટ્યો. નાસ્ડેક 1.82 ટકા ઘટ્યો હતો. જો આજે સ્થાનિક શેરબજાર પર તેની સામાન્ય અસર છે તો આ શુક્રવાર બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે.

આ શેર્સ 5%કરતા વધુ ઉછળ્યા (updated at 22 Sep 9:20)

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Mufin Green Finance 57.34 68.5 19.46
Gujarat Hy-Spin 10.9 12.75 16.97
PNB Gilts Ltd. 67.96 77.2 13.6
InformedTechnologies 53.35 59.39 11.32
Lancer Container Lin 89.55 98.85 10.39
Markolines Pavement 144.2 159 10.26
Ansal Buildwell 76.75 84.5 10.1
Rajdarshan Indus 57.69 63.45 9.98
Jindal Capital L 33.48 36.79 9.89
BCL Enterprises 1.05 1.15 9.52
Sulabh Eng.&Ser. 7.52 8.19 8.91
Silicon Rental Solut 174 188.9 8.56
Sharanam Infra 0.97 1.05 8.25
Margo Finance 28.25 30.5 7.96
Delphi World Money 408.8 440.6 7.78
Spencers Retail 68.87 74.2 7.74
Colab Cloud Platform 39.98 42.9 7.3
Supra Pacific Fin 23.52 25.19 7.1
Arnold Holdings 19.42 20.75 6.85
Aarvee Denims an 24.8 26.45 6.65
K G Denim Ltd. 30.49 32.45 6.43
Union Bank of In 96.39 101.93 5.75
Rasandik Engg. 90.33 95.5 5.72
Bhagwati Auto. 513.3 541.8 5.55
Murudeshwar Cer. 47.78 50.4 5.48
Prime Focus 93.79 98.9 5.45
Ladderup Finance 24.67 25.98 5.31
Vikas Lifecare 5.3 5.58 5.28

આ પણ વાંચો : India-Canada relations : કેનેડા સાથેના તણાવની મોટી ભારતીય કંપનીઓ ઉપર માઠી અસર પડશે? 1 લાખ કરોડથી વધુનું રોકાણ પરત ખેંચાઈ શકે છે

ભારતીય શેરબજારમાં 3 દિવસ ખળભળાટ મચ્યો હતો

યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાના સંકેતને પગલે વિશ્વ બજારમાં ઘટાડાને કારણે નિરાશ થયેલા રોકાણકારો દ્વારા સ્થાનિક સ્તરે ઓલ રાઉન્ડ વેચવાલીથી ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. .આ પહેલા બુધવારે બજારમાં હાહાકાર મચી ગયો હતો. સેન્સેક્સ 570.60 પોઇન્ટ ઘટીને 66230.24 પોઇન્ટ અને નિફ્ટી 159.05 પોઇન્ટ ઘટીને 19742.35 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે BSE મિડકેપ 0.99 ટકા ઘટીને 31,992.41 પોઈન્ટ્સ અને સ્મોલકેપ 0.98 ટકા ઘટીને 37,043.75 પોઈન્ટ્સ પર છે. શેરબજારના ડેટા અનુસાર, બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,110.69 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:20 am, Fri, 22 September 23