આવી રહ્યો છે Ola ઈલેક્ટ્રિકનો IPO, સેબીએ આપી મંજૂરી

|

Jun 11, 2024 | 9:38 PM

ઓલા ઈલેક્ટ્રિકે IPO લોન્ચ કરવા માટે 22 ડિસેમ્બર 2023ના રોજ સેબીમાં ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઈલ કર્યા હતા. ત્યારે હવે મંજૂરી આપવામાં આવી છે. કંપની નવા શેર જારી કરીને IPOમાં રૂ. 5500 કરોડ એકત્ર કરશે જ્યારે ઓફર ફોર સેલ હેઠળ રૂ. 1750 કરોડ એકત્ર કરવામાં આવશે.

આવી રહ્યો છે Ola ઈલેક્ટ્રિકનો IPO, સેબીએ આપી મંજૂરી
Ola IPO

Follow us on

ઓલા ઈલેક્ટ્રિકનો IPO લોન્ચ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઓલા ઈલેક્ટ્રિકને IPO લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. ઓલા ઈલેક્ટ્રિક તેનો IPO લોન્ચ કરનારી દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન કંપની હશે. કંપની IPO દ્વારા 7250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

ઓલા ઈલેક્ટ્રિકે IPO લોન્ચ કરવા માટે 22 ડિસેમ્બર 2023ના રોજ સેબીમાં ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઈલ કર્યા હતા. કંપની નવા શેર જારી કરીને IPOમાં રૂ. 5500 કરોડ એકત્ર કરશે જ્યારે ઓફર ફોર સેલ હેઠળ રૂ. 1750 કરોડ એકત્ર કરવામાં આવશે.

હાલના શેરધારકો 95.19 શેરની ઓફર ફોર સેલમાં તેમના શેરનું વેચાણ કરશે. ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલ IPOમાં 47.3 લાખ શેર વેચશે. આ સિવાય આલ્ફાવેવ, ડીઆઈજી ઈન્વેસ્ટમેન્ટ, મેટ્રિક્સ સહિતના અન્ય રોકાણકારો પણ ઓફર ફોર સેલમાં શેર વેચશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઓલા ઈલેક્ટ્રિક તેનો IPO લોન્ચ કરનારી પ્રથમ સ્થાનિક ઈવી કંપની બનશે. 21 વર્ષમાં આવું પ્રથમ વખત બનશે જ્યારે ભારતમાં કોઈ ઓટોમોબાઈલ કંપનીનો IPO આવશે. આ પહેલા છેલ્લી વખત મારુતિ સુઝુકી (તે સમયે મારુતિ ઉદ્યોગ) વર્ષ 2003માં આઈપીઓ લઈને આવી હતી. ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ 2024ના સૌથી ચર્ચિત આઈપીઓમાંથી એક બનવા જઈ રહ્યો છે. IPO ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી.

કોટક, ICICI, બેન્ક ઓફ અમેરિકા, ગોલ્ડમેન સૈક્સ, SBI કેપિટલ, એક્સિસ કેપિટલ ઓલા ઈલેક્ટ્રિકના IPO માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કો છે. ઈ-સ્કૂટર સેગમેન્ટમાં ઓલા ઈલેક્ટ્રિકનો બજાર હિસ્સો લગભગ 52 ટકા છે. ઓલા ઈલેક્ટ્રિક દર મહિને લગભગ 30,000 ઈ-સ્કૂટર વેચે છે. ઓલા ઈલેક્ટ્રીકનો ભાર એફોર્ડેબલ ઈ-સ્કૂટર્સ પર છે જેની કિંમત 1080 ડોલરથી શરૂ થાય છે.

કંપની IPO દ્વારા એકત્ર કરાયેલી રકમ મૂડી ખર્ચ, લોનની ચુકવણી અને સંશોધન અને વિકાસ પર ખર્ચ કરશે. મૂડી ખર્ચ પર 1226 કરોડ રૂપિયા, લોનની ચુકવણી પર 800 કરોડ રૂપિયા અને સંશોધન અને વિકાસ પર 1600 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે. જ્યારે 350 કરોડ રૂપિયા ઇનઓર્ગેનિક ગ્રોથ પાછળ ખર્ચવામાં આવશે.

Next Article