Olaની મોટી જાહેરાત, આ તારીખથી ખુલશે IPO, દેશની પ્રથમ લિસ્ટેડ EV કંપની બનશે

|

Jul 27, 2024 | 8:57 PM

ઓલા ઈલેક્ટ્રીકે 22 ડિસેમ્બર, 2023ના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા હતા. સેબીએ 20 જૂને IPO લાવવાની મંજૂરી આપી હતી. ત્યારે હવે ઓલા ઈલેક્ટ્રીકના IPOની તારીખો જાહેર કરવામાં આવી છે.

Olaની મોટી જાહેરાત, આ તારીખથી ખુલશે IPO, દેશની પ્રથમ લિસ્ટેડ EV કંપની બનશે
Ola IPO

Follow us on

ઓલા ઈલેક્ટ્રીકના IPOની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. રિટેલ રોકાણકારો 2 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી ઓલા ઈલેક્ટ્રિકના આઈપીઓમાં નાણાંનું રોકાણ કરી શકશે. ઓલાએ ઓછા વેલ્યુએશન પર IPO લોન્ચ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને તેમાં મહત્તમ સંખ્યામાં રોકાણકારો ભાગ લઈ શકે. Ola IPO લોન્ચ કરનારી દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન કંપની બનવા જઈ રહી છે. મારુતિ પછી ઓટો સેક્ટરમાં આ દેશનો પહેલો IPO બનવા જઈ રહ્યો છે.

6000 કરોડ રૂપિયાનો હશે IPO

ઓલા ઈલેક્ટ્રીકે શનિવારે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણકારી આપી હતી. IPOની એન્કર બુક 1લી ઓગસ્ટે ખુલશે. IPOનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થઈ શકે છે. સોફ્ટબેંક સમર્થિત ઓલા ઇલેક્ટ્રિક લગભગ 4.5 બિલિયન ડોલરનું વેલ્યુએશન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગયા વર્ષે ફંડિંગ દરમિયાન કંપનીનું વેલ્યુએશન 5.4 બિલિયન ડોલર હોવાનો અંદાજ હતો. આ IPOની કિંમત અંદાજે 6000 કરોડ રૂપિયા હશે. આમાં ફ્રેશ ઈશ્યુની સાથે સાથે ઓફર ફોર સેલ પણ હશે.

ભાવિશ અગ્રવાલ 3.79 કરોડ શેર વેચશે

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ IPO દ્વારા ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રવાલ 3.79 કરોડ શેર વેચશે. આ આંકડો કંપની દ્વારા સેબીને સબમિટ કરવામાં આવેલા IPO દસ્તાવેજ કરતાં લગભગ 20 ટકા ઓછો છે. આ સિવાય ઘણા મોટા શેરધારકો પણ તેમાં પોતાનો હિસ્સો વેચશે. ઓલા વધુ રોકાણકારોને તેમની સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. તેને વર્ષ 2024નો સૌથી મોટો IPO પણ માનવામાં આવી રહ્યો છે. તેના હાલના શેર ઇશ્યુનું કદ રૂ. 5500 કરોડ હશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

IPOની મંજૂરી 20 જૂને મળી હતી

કંપનીએ 22 ડિસેમ્બર, 2023ના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે IPO દસ્તાવેજો (DRHP) સબમિટ કર્યા હતા. સેબીએ 20 જૂને IPO લાવવાની મંજૂરી આપી હતી. એકત્ર કરાયેલા નાણાંમાંથી રૂ. 1,226 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરવામાં આવશે. આ સિવાય 800 કરોડ રૂપિયા લોનની ચુકવણી પર, 1600 કરોડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર અને 350 કરોડ રૂપિયા કંપનીની ભવિષ્યની યોજનાઓ પર ખર્ચવામાં આવશે.

Next Article