Nuvoco Vistas IPO : Nirma Group ની સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટે તક , જાણો વિગતવાર

|

May 07, 2021 | 7:54 AM

નિરમા ગ્રુપની કંપની નુંવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે (Nuvoco Vistas Corporation Ltd) IPO માટે 6 મેના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) માં પ્રારંભિક દસ્તાવજે રજૂ કર્યા હતા

Nuvoco Vistas IPO : Nirma Group ની સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટે તક , જાણો વિગતવાર
Nuvoco Vistas Corporation Ltd IPO

Follow us on

શેરબજાર(ShareMarket) માં IPO દ્વારા કમાણીની વધુ એક તક આવી રહી છે. નિરમા ગ્રુપની કંપની નુંવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે (Nuvoco Vistas Corporation Ltd) IPO માટે 6 મેના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) માં પ્રારંભિક દસ્તાવજે રજૂ કર્યા હતા. IPO દ્વારા કંપની 5000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની દ્વારા સુપરત કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) મુજબ IPOમાં કંપની તરફથી રૂ1500 કરોડનો નવો ઇશ્યૂ અને પ્રમોટર નિયોગી એન્ટરપ્રાઇઝ 3500 કરોડ રૂપિયાની ઓફર (OFS) નો સમાવેશથાય છે.

કંપનીનો બિઝનેસ શું છે?
નુવોકો સિમેન્ટ બનાવતી કંપની છે. તેની વાર્ષિક ક્ષમતા 22.32 મિલિયન મેટ્રિક ટન છે. તેમાં 11 સિમેન્ટ પ્લાન્ટ છે જેમાંથી 5 ઇન્ટિગ્રેટેડ યુનિટ્સ, 5 ગ્રાઇન્ડીંગ યુનિટ્સ અને બ્લેન્ડિંગ યુનિટ છે. કંપનીનું ઉત્પાદન એકમ છત્તીસગ,, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણામાં સ્થિત છે.

દેશની જાણીતી બ્રાન્ડ છે
નિરમા લિમિટેડ ભારતના ઘણા સેક્ટરમાં બિઝનેસ કરી રહી છે. આમાં સાબુ, ડિટરજન્ટ, મીઠું, સોડા એશ, કોસ્ટિક સોડા અને અન્ય રસાયણોનું ઉત્પાદન શામેલ છે. નિરમાનો પાયો કરસનભાઇ પટેલે રાખ્યો હતો. 2011 માં કંપનીને બીએસઈ અને એનએસઈમાંથી લિસ્ટેડ કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વેલ્યુએશન 40 હજાર કરોડ રૂપિયા છે
આ સમયે કંપનીનું વેલ્યુએશન 40 હજાર કરોડ રૂપિયા છે. લાંબા સમય પછી સિમેન્ટ કંપનીનો IPOઆવી રહ્યો હોવાથી તેને સારો પ્રતિસાદ મળી શકે છે. જો કે, બજારમાં પહેલેથી જ અડધી ડઝન સિમેન્ટ કંપનીઓ લિસ્ટેડ છે. નુવોકો પર લગભગ 4,463 કરોડ રૂપિયાનું દેવું છે. તેના આઈપીઓમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન, એચએસબીસી સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલને મર્ચન્ટ બેન્કર્સ તરીકે શામેલ છે.

 

Next Article