NPS: આ 2 ભૂલ અને ખાતું ફ્રીઝ! હવે તેને ‘અનફ્રીઝ’ કેવી રીતે કરશો? ટેન્શન ના લો, બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો

NPS એક રિટાયરમેન્ટ યોજના છે, જેમાં લાંબાગાળે સારું એવું રિટર્ન મળી રહે છે. એવામાં જો તમારું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, તો તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન ફરીથી એક્ટિવ કરી શકો છો. હવે વાત એમ છે કે, NPS ખાતું 'ફ્રીઝ' કેમ થાય છે? આની પાછળના મુખ્ય 2 કારણો કયા છે?

NPS: આ 2 ભૂલ અને ખાતું ફ્રીઝ! હવે તેને અનફ્રીઝ કેવી રીતે કરશો? ટેન્શન ના લો, બસ આટલા સ્ટેપ્સ ફોલો કરો
| Updated on: Nov 25, 2025 | 5:09 PM

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક રિટાયરમેન્ટ યોજના છે. આનું મેનેજમેન્ટ ‘પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી’ (PFRDA) દ્વારા કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર ન્યૂનતમ યોગદાન (Minimum Contribution) ન આપવા બદલ NPS એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. એવામાં ચાલો જાણીએ કે, આ એકાઉન્ટને ‘અનફ્રીઝ’ કઈ રીતે કરી શકાય…

સરળ રીતે સમજીએ તો, જ્યારે તમે નાણાકીય વર્ષમાં તમારા NPS એકાઉન્ટમાં ઓછામાં ઓછા ₹1,000 નું યોગદાન (Contribution) આપતા નથી, ત્યારે તમારું PRAN (Permanent Retirement Account Number) ઈન-એક્ટિવ થઈ જાય છે અને ખાતું ફ્રીઝ થઈ જાય છે.

એકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ એ છે કે, તમારા ખાતામાં થોડા સમય માટે કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. ટૂંકમાં, જ્યાં સુધી તમે આ સમસ્યાનો ઉકેલ ન લાવો ત્યાં સુધી એકાઉન્ટ ફ્રીઝ રહે છે.

ફ્રીઝ NPS એકાઉન્ટ કેવી રીતે ‘એક્ટિવ’ કરવું?

NPS એકાઉન્ટને અનફ્રીઝ કરવાનું કારણ સમજવું મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા ઓનલાઈન (eNPS) અથવા ઓફલાઈન (PoP) બંને રીતે કરી શકાય છે.

  1. UOS-S10-A ફોર્મ ભરો: તમે આ ફોર્મ પોસ્ટ ઓફિસ અથવા તમારા NPS એકાઉન્ટના સંચાલન સ્થળ (Operating Location) પરથી મેળવી શકો છો.
  2. તમારા PRAN કાર્ડની કોપી જોડો: ફોર્મ સાથે તમારા PRAN કાર્ડની ફોટોકોપી પણ જોડો.
  3. બાકી રકમ ચૂકવો: તમારે ઓછામાં ઓછું વાર્ષિક ન્યૂનતમ બેલેન્સ (₹1,000) ચૂકવવું પડશે, જે તમે ચૂકવ્યું નથી. આ સાથે જ ₹100 દંડ ફી પણ ચૂકવવી પડશે.
  4. ફોર્મ સબમિટ કર્યા પછી વેરિફિકેશન: આમાં NPS અધિકારી તમારી અરજી અને ખાતાનું વેરિફિકેશન કરે છે. એકવાર વેરિફિકેશન પૂરું થઈ જાય પછી તમારું PRAN ફરીથી એક્ટિવ થઈ જાય છે.
  5. પ્રોસેસમાં 5 થી 7 દિવસ: આ પ્રોસેસમાં સામાન્ય રીતે 5 થી 7 કાર્યકારી દિવસો (Working Days) લાગે છે. જો કોઈ નાણાકીય અનિયમિતતા (Financial Irregularity) હોય, તો જ પ્રોસેસમાં વધુ સમય લાગી શકે છે.

KYC સંબંધિત સમસ્યા કેવી રીતે ઉકેલવી અને શું કરવું?

  1. આમાં ક્યારેક KYC (Know Your Customer) સંબંધિત સમસ્યાને કારણે પણ NPS ખાતું ફ્રીઝ થઈ જાય છે.
  2. તમારા બધા KYC દસ્તાવેજો અપડેટ કરો અને સાચી માહિતી સબમિટ કરો.
  3. જરૂરી દસ્તાવેજો તે શાખામાં સબમિટ કરો, જ્યાં તમારું NPS ખાતું હોય.

eNPS યુઝર્સ માટે ખાસ

  1. જે લોકોએ ઓનલાઈન ખાતું (eNPS) ખોલાવ્યું છે, તેમણે તેમના KYC દસ્તાવેજોની ફિઝિકલ કોપી CRA (Central Recordkeeping Agency) ને કુરિયર કરવાની રહેશે.
  2. હવે આગળ તમારા દસ્તાવેજો વેરીફાઈ થશે અને પછી જ ખાતું સંપૂર્ણપણે એક્ટિવ થશે.

કઈ 2 બાબતો ધ્યાનમાં રાખવી

જણાવી દઈએ કે, તમે ‘ફ્રીઝ’ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકતા નથી. ખાતું ‘અનફ્રીઝ’ કર્યા પછી જ યોગદાન અથવા ઉપાડ (Contribution or Withdrawal) સહિતની ટ્રાન્ઝેક્શન શક્ય બને છે.

NPS એક અદભૂત નિવૃત્તિ વિકલ્પ

NPS એક સુરક્ષિત રિટાયરમેન્ટ યોજના છે, જે ઓછી કિંમત, પોર્ટેબિલિટી, ટેક્સ લાભ અને નિયમિત બચતની સુવિધા આપે છે. જો તમારું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, તો ગભરાવાની કોઈ જરૂર નથી.

ઉપર દર્શાવેલ પગલાંઓનું પાલન કરીને તેને સરળતાથી ફરીથી એક્ટિવ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો, સમયસર ન્યૂનતમ યોગદાન આપીને અને તમારા KYC ને અપ-ટૂ-ડેટ રાખીને કોઈપણ મુશ્કેલી વિના તમારા NPS એકાઉન્ટના લાભ લઈ શકો છો.

આ પણ વાંચો: Income Tax : લગ્નમાં ગિફ્ટ તરીકે તમે કેટલા રૂપિયા લઈ શકો છો? ઇન્કમ ટેક્સનો આ નિયમ તમને ખબર છે કે નહીં?

Published On - 4:55 pm, Tue, 25 November 25