હવે બાળકો માટે ઈન્ટરનેટ થશે સુરક્ષિત, સરકાર લાવવા જઈ રહી છે નવો ડિજિટલ એક્ટ

|

Jan 11, 2023 | 6:26 PM

સરકારનો નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ બાળકો માટે ઈન્ટરનેટ સુરક્ષિત બનાવી શકે છે. આમાં સરકાર સાયબર બુલિંગ અને અન્ય કોઈની અંગત માહિતી ઈન્ટરનેટ પર મુકવાને ગુનો બનાવવાની તૈયારી કરી રહી છે.

હવે બાળકો માટે ઈન્ટરનેટ થશે સુરક્ષિત, સરકાર લાવવા જઈ રહી છે નવો ડિજિટલ એક્ટ
Digital Act

Follow us on

સરકારનો નવો ડિજિટલ ઈન્ડિયા એક્ટ બાળકો માટે ઈન્ટરનેટ સુરક્ષિત બનાવી શકે છે. આમાં સરકાર સાયબર બુલિંગ અને અન્ય કોઈની અંગત માહિતી ઈન્ટરનેટ પર મુકવાને ગુનો બનાવવાની તૈયારી કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં તેનો ડ્રાફ્ટ જાહેર કરી શકે છે. ડિજિટલ ઈન્ડિયા એક્ટ હાલના આઈટી એક્ટનું સ્થાન લેશે.

સાયબર બુલિંગને ગુનો જાહેર કરવામાં આવશે

બદલાતી ટેક્નોલોજી સાથે ઈન્ટરનેટ પણ નવા સ્વરૂપમાં આવ્યું છે. કેન્દ્ર સરકાર સાયબર બુલિંગને ગુનો જાહેર કરશે. આ સાથે અન્ય કોઈની અંગત માહિતી ઈન્ટરનેટ પર મૂકવી એ પણ ગુનો બનશે. સાથે જ બાળકોના ઓનલાઈન ગેમ રમવાના કલાકો પણ નક્કી કરવામાં આવશે. આ સિવાય 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ગેમમાં ખરીદી કરી શકશે નહીં.

ડેટાના દુરુપયોગ માટે ભારે દંડ ફટકારવામાં આવશે

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ હેઠળ, ડેટાના દુરુપયોગ માટે ભારે દંડ ફટકારવામાં આવશે. સરકારે ડ્રાફ્ટમાં દંડની રકમમાં પણ વધારો કર્યો છે. દંડની રકમ અસરગ્રસ્ત વપરાશકર્તાઓની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે. બિલમાં આપવામાં આવેલા નિયમો હેઠળ કંપનીઓ દંડ વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી શકે છે. કંપનીઓએ સરકાર માન્ય દેશોમાં ડેટા રાખવાનો રહેશે. કાયદો બન્યા બાદ કંપનીઓ ચીનમાં ડેટા રાખી શકશે નહીં.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સરકાર વ્યક્તિગત ડેટાની સુરક્ષા પર પણ નજર રાખી રહી છે

બિલ હેઠળ, વ્યક્તિના અંગત ડેટા ભંગનો અર્થ અનધિકૃત ડેટા પ્રોસેસિંગ થશે. જો કોઈ વ્યક્તિના અંગત ડેટા સાથે છેડછાડ કે નુકસાન થશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય જો ડેટા દ્વારા વ્યક્તિની પ્રાઈવસી સાથે કોઈ પ્રકારના ચેડા થશે તો પણ સરકાર કાર્યવાહી કરશે.

ભારતની બહાર ડેટા ટ્રાન્સફર પર રહેશે નજર

તેના દ્વારા સરકારનો ઉદ્દેશ્ય વ્યક્તિના અંગત ડેટાને સુરક્ષિત રાખવાનો, ડેટાના ભારતની બહાર ડેટા ટ્રાન્સફર પર નજર રાખવાનો અને કોઈપણ પ્રકારના ઉલ્લંઘન માટે દંડની જોગવાઈ કરવાનો છે. આ પહેલા સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચી લીધું હતું. કેન્દ્રીય IT મંત્રીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે સરકાર આગામી થોડા દિવસોમાં ડેટા પ્રોટેક્શન બિલનો નવો ડ્રાફ્ટ લઈને આવશે. સરકાર ગ્રાહકોના અંગત ડેટાના દુરુપયોગને લઈને ગંભીર છે.

Published On - 6:24 pm, Wed, 11 January 23

Next Article